________________
૪૧૦
પ્રભાવક સ્થવિરો
કુટુંબીજનોને એમણે વાત કરી ત્યારે ઘરમાં પણ હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું. ઘોડિયામાં સૂતેલા બાળકને અધિક વહાલથી સો બોલાવવા લાગ્યાં.
બાળકનું નામ રાશિ પ્રમાણે નેમચંદ રાખવામાં આવ્યું. લક્ષ્મીચંદભાઈને બે દીકરા અને ત્રણ દીકરી હતાં. તેમાં બાળક નેમચંદના જન્મથી હવે છ સંતાનો થયાં. નેમચંદ મોટો થતાં તેને નિશાળે બેસાડવાનો વખત આવ્યો. લક્ષ્મીચંદભાઈને એ માટે ઘણો ઉત્સાહ હતો. તેમણે તે માટે શુભ દિવસ અને શુભ ચોઘડિયું જોવડાવ્યાં. તે દિવસે બાળક નેમચંદને નિશાળે બેસાડવાના પ્રસંગ નિમિત્તે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચવામાં આવી હતી. આ ગામઠી શાળાના મુખ્ય શિક્ષક મયાચંદભાઈ નામના ગૃહસ્થ હતા. તેઓ બાળકોને બારાખડી અને આંક શીખવતા. તેની સાથે તેઓ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન પણ કરતા. શાળાનાં બાળકોમાં નેમચંદ એક બહુ તેજસ્વી વિદ્યાર્થી છે એવી ખાતરી શિક્ષક માયાચંદભાઈને પહેલા દિવસથી જ થઈ ગઈ હતી.
ગામઠી શાળાનો અભ્યાસ પૂરો થતાં નેમચંદને હરિશંકર માસ્તરની શાળામાં મૂકવામાં આવ્યા. હરિશંકર માસ્તર ભણાવવામાં ઘણા જ હોશિયાર હતા. તેઓ ગુજરાતી સાત ચોપડી સુધીનું શિક્ષણ આપતા, પરંતુ એમનું શિક્ષણ એટલું સચોટ રહેતું કે વિદ્યાર્થીઓ જીવનભર એ ભૂલે નહિ. એ દિવસોમાં બે પ્રકારની શાળા હતીઃ ગુજરાતી (વર્નાક્યુલર) અને અંગ્રેજી. ગુજરાતી ચોથા કે સાતમા ધોરણ પછી અંગ્રેજી શાળામાં હોશિયાર વિદ્યાર્થીઓ જોડાતા. નેમચંદ ભણવામાં ઘણા તેજસ્વી હતા એટલે અંગ્રેજી શાળામાં વધુ અભ્યાસ માટે મૂકવામાં આવે એવી ભલામણ કેટલાક શિક્ષકોએ કરી હતી. એ ભલામણનો સ્વીકાર કરીને લક્ષ્મીચંદભાઈએ બાળક નેમચંદને પીતાંબર માસ્તરની અંગ્રેજી શાળામાં ભણવા મૂક્યા. અંગ્રેજી શાળામાં ત્રણ વર્ષ સુધી નેમચંદે અભ્યાસ કર્યો. તદુપરાંત એમણે મહુવાના મોનજીભાઈ જોશી નામના એક બ્રાહ્મણ પંડિત પાસે સંસ્કૃત ભાષાનો પણ થોડો અભ્યાસ કર્યો. આમ જેમ જેમ અભ્યાસ વધતો ગયો તેમ તેમ વધુ જ્ઞાન મેળવવા માટે નેમચંદને તાલાવેલી લાગી.
કિશોર નેમચંદનો ગુજરાતી સાત ચોપડી સુધીનો અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ પૂરો થતાં પિતાશ્રી લક્ષ્મીચંદભાઈએ વિચાર્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org