________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૭૫
સંશોધન-સંપાદનકાર્ય કરીને તે ગ્રંથો છપાવ્યા છે.
મહારાજશ્રીમાં કવિત્વશક્તિ પણ ઘણી સારી હતી અને સંસ્કૃત ભાષા ઉપર એમનું એટલું બધું પ્રભુત્વ હતું કે એમણે નાનીમોટી મળી સવાસોથી વધુ કૃતિઓ સંસ્કૃત પદ્યમાં રચી છે. આ ઉપરાંત એમણે ગુજરાતીમાં પણ ઘણી કૃતિઓની રચના કરી છે. લગભગ સવાબસો જેટલી એમણે રચેલી કૃતિઓમાંથી ૧૬૬ જેટલી કૃતિઓ છપાયાની નોંધ મળે છે. એમની ચાલીસેક કૃતિઓ તો હજુ છપાયા વિનાની રહી છે. તાત્વિકવિમર્શ, પર્યુષણાપરાવૃત્તિ, અવ્યવહાર રાશિ, ક્ષમાવિંશતિકા, મિથ્યાત્વવિચાર પોષધપરામર્શ, ભવ્યાભવ્ય પ્રશ્ન, પ્રતિમાપૂજા, જેનગીતા, આગમમહિમા, આરાધનામાર્ગ, પર્વતિથિ, અમૃતસાગ૨, ગિરનાર, ચતુર્વિશતિકા, સિદ્ધગિરિસ્તવ, વગેરે એમની કૃતિઓની યાદી ઉપર નજર ફેરવતાં જ સાનંદાશ્ચર્ય થાય છે કે આટલી બધી રચનાઓ કરવાનો એમને સમય ક્યારે મળ્યો હશે? (કોઈક સંસ્થાએ આ બધી કૃતિઓનું નવેસરથી વિષય-વિભાગાનુસાર પુનર્મુદ્રણ કરવા જેવું છે અને યુનિવર્સિટીની કક્ષાએ તેનો અભ્યાસ કરાવવા જેવો છે.)
સાગરજી મહારાજ એટલે સુરતીઓના મહારાજ એવી સુરતના શ્રાવકોની ભક્તિ, વિશેષતઃ એમનાં અંતિમ વર્ષોમાં રહી હતી. મહારાજશ્રી ત્યારે સિત્તેરની ઉંમર વટાવી ચૂક્યા હતા. એમને વાયુ, પાંડુરોગ વગેરેનો વ્યાધિ તો રહ્યા કરતો હતો. હવે એમનું શરીરબળ ઘટતું જતું હતું. જેઘાબળ ઘટતાં એમની ચાલવાની શક્તિ ઓછી થઈ ગઈ હતી. હવે એમનાથી વિહાર થતો ન હતો. મહારાજશ્રીએ સુરતમાં હવે પોતાને સ્થિરવાસ કરવો પડે છે એવો નિર્ણય પોતાના મુખ્ય શિષ્યો અને સંઘના આગેવાનો સાથે વિચારવિનિમય કરીને જાહેર કર્યો.
સ્થિરવાસમાં માત્ર વિહાર અટક્યો હતો, પરંતુ આખા દિવસની સામાચારી બરાબર વ્યવસ્થિત રીતે ચાલતી હતી. આગળના સંશોધનનું કાર્ય અને સ્વાધ્યાયમાં જરા પણ પ્રમાદ આવ્યાં નહોતાં. આ સમય દરમિયાન મહારાજશ્રીએ આગમોમાં આવતા અલ્પપરિચિત પારિભાષિક શબ્દોનો કોશ તૈયાર કર્યો. ચાર ભાગમાં “અલ્પપરિચિત સૈદ્ધાંતિક કોશ' તરીકે એ પ્રગટ થયો હતો. તદુપરાંત જીવનના અંતિમ સમયે એમણે “આરાધના માર્ગ' નામના એક ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org