________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ
૩૯૯
“નૈગમ એક નારી ધૂતી, પણ ઘેબર ભૂખ ન ભાંગી, જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદિશા તવ જાગી.”
“અખિયનમેં અવિકારા,
જિગંદા તોરી અખિયનમેં અવિકારા. રાગ દ્વેષ પરમાણુ નિપાયા,
સંસારી સવિહાર, નિબંદા તોરી.”
શટ મા ‘બાજી, બાજી, બાજી, ભૂલ્યો બાજી
ભોગવિઘન ઘન ગાજી.”
વંદના વંદના વંદના રે,
જિનરાજ કું સદા મોરી વંદના.” આ ચોસઠ પ્રકારી પૂજામાં કવિશ્રીએ કર્મસિદ્ધાન્તની કઠિન વાતો સરળ રીતે, દષ્ટાન્તસહિત રસિકતાથી એવી સરસ સમજાવી છે કે જો બરાબર ધ્યાનથી, સમજણપૂર્વક એ વાંચવામાં કે ગાવામાં આવે તો એનો બરાબર પરિચય મળી રહે. કવિની કેટલીયે પંક્તિઓ લોકજીભે ચડી ગઈ છે અને કેટલાક દુહા તો અષ્ટપ્રકારી પૂજામાં રોજ બોલાય છે. કવિ શ્રી વીરવિજયજીની આ એક સમર્થ કૃતિ છે.
શ્રી વીરવિજયજી મહારાજે રચેલી “પંચકલ્યાણકની પૂજા' જૈનોમાં ઘણી જાણીતી છે અને રોજેરોજ ક્યાંક ને ક્યાંક એ પૂજા આજ દિવસ સુધી ભણાવાતી આવી છે. આ પૂજાની રચના એમણે વિ. સં. ૧૮૮૯માં રાજનગર અમદાવાદમાં કરી હતી. આ પૂજામાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના (૧) ચ્યવન, (૨) જન્મ, (૩) દીક્ષા, (૪) કેવળજ્ઞાન અને (૫) નિર્વાણ એ પાંચે કલ્યાણકનું આઠ ઢાળમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રત્યેક ઢાળ સાથે પુષ્પ, ફળ, અક્ષત, જલ, ચંદન, ધૂપ, દીપ અને નૈવેદ્ય એ આઠ પ્રકારની પૂજાને જોડવામાં આવી
છે.
શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને વંદન કરી આરંભની દુહાની પંક્તિઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org