________________
પંડિત કવિ શ્રી વિરવિજયજી મહારાજ
૪૦૫
સ્થૂલિભદ્ર : “શું કહીએ અનાશી લોકને
દુઃખ લાગે રે; ગ્રહી સાધુનાં તરુ ફોક,
કહું વીતરાગે રે.” કોશા : “વીતરાગ શું જાણે રાગ,
રંગની વાત રે, આવો દેખાડું રાગનો લાગ,
પૂનમની રાતે રે.” સ્થૂલિભદ્ર : “શણગાર તજી અણગાર,
અમે નિર્લોભી રે; નવકલ્પી કરશું વિહાર,
મેલી તને ઊભી રે.” કવિશ્રી વીરવિજયજીએ જુદી જુદી લોકપ્રચલિત દેશીઓમાં રચેલી આ કૃતિની કવિત્વશક્તિએ કવિ દલપતરામનું ધ્યાન ખેંચ્યું હતું એ જ એની મહત્તા દર્શાવવા માટે પૂરતું છે.
શ્રી વીરવિજયજી મહારાજે “ઢાળિયા'ના પ્રકારની રચનાઓ પણ કરી છે. આવી પાંચ રચનાઓ મળે છેઃ (૧) શ્રી ગોડી પાર્શ્વનાથનાં ઢાળિયાં (રચના : વિક્રમ સંવત ૧૮૫૩), (૨) ભાયખલાનાં ઢાળિયાં (રચના : વિ. સં. ૧૮૮૮), (૩) શત્રુંજય ઉપર શેઠ મોતીશાએ બંધાવેલી ટૂકની પ્રતિષ્ઠાનાં ઢાળિયાં (રચના : વિ. સં. ૧૯૦૩) અને શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ કાઢેલા સોરઠના સંઘનાં ઢાળિયાં (રચના : વિ. સં. ૧૯૦૫).
આમ પાંચ ઢાળિયાંમાં બે ઢાળિયાની રચના શ્રી વીરવિજયજીએ શેઠ મોતીશાહના ધાર્મિક જીવનપ્રસંગોને વર્ણવવા કરી છે. ઢાળિયામાં કથાનક મોટું નથી હોતું. એટલે રાસ જેટલી સુદીર્ઘ રચના તે નથી હોતી, પરંતુ પાંચસાત ઢાળ લખવી પડે એટલી મહત્ત્વની ઘટના એમાં વર્ણવાય છે. કોઈ પુરાણી કથાના નિરૂપણ માટે નહિ, પણ સામાન્ય રીતે તત્કાલીન કોઈ મહત્ત્વની ઘટનાના નિરૂપણ માટે તે લખાય છે. પ્રતિષ્ઠા કે સંઘના પ્રસંગોનાં વર્ણનો માટે શ્રી વિરવિજયજીએ આ ઢાળિયાં લખ્યાં છે. એમાં પણ શત્રુંજય પરની ટ્રકની પ્રતિષ્ઠા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org