________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ
૪૦૩
ચડી જાય એવી છે. એ પંક્તિઓ સ્નાત્રપૂજા વખતે મંદિરમાં સમૂહમાં ગાતાં ભક્તો અનેરો ઉત્સાહ અનુભવે છે. કવિના અંતરમાંથી ઉદ્ભવેલી આ સ્નાત્ર પૂજાએ અનેકનાં જીવનને ધન્ય બનાવી દીધાં છે.
શ્રી વીરવિજયજી મહારાજે વિ. સં. ૧૮૬૨માં યૂલિભદ્રની “શિયળવેલ” નામની કૃતિની રચના તેત્રીસ વર્ષની વયે અમદાવાદમાં કરી હતી. અઢાર ઢાલની આશરે અઢીસો જેટલી કડીની આ કૃતિમાં એમની કવિ તરીકેની પરિપકવતાનો પરિચય મળી રહે છે. સ્થૂલિભદ્ર અને કોશા ગણિકાની ઘટના જેન ધર્મમાં બહુ જાણીતી છે. કવિએ આ કૃતિમાં યૂલિભદ્ર અને કોશાના આરંભના પ્રણયજીવનનું અને મુનિવ્રત ધારણ કરીને કોશાને ઘેર આવેલા અને અવિચલ રહેલા સ્થૂલિભદ્રના પ્રસંગોનું રસિક તથા સચોટ નિરૂપણ કર્યું છે.
કોશા નાયિકાનું વર્ણન કરતી વેળા કવિએ એક મનોહર કલ્પના રજૂ કરી છે. હાથી પોતાના મસ્તક ઉપર ધૂળ શા માટે ઉડાડે છે ? કવિ એનો ઉત્તર આપતાં કહે છે કે એનાં રત્ન તે હાથીદાંત, ગંડસ્થળનાં મોતી અને એની ચાલ (ગતિ) એ કોશાએ ચોરી લીધાં છે. એટલે હાથી પોતાના, માથા ઉપર ધૂળ નાખે છે.
‘ત તણો ચૂડો કીયો, હૈયે મોતીનો હાર; કુંજરની ગતિ ચાલતી, ત્રણ રત્ન જ હાર; ખેદ ભરાણા હાથીઆ, નાખે શિર છાર;
અબળા તે સબળા થઈ, અમને ધિક્કાર.” આ કૃતિની લાક્ષણિકતા એ છે કે કવિએ એમાં બે નાના કાવ્યપ્રકારો, તિથિ’ અને ‘બારમાસી’ ગૂંથી લીધા છે. સાતમી ઢાળમાં કોશા પંદર તિથિનો નિર્દેશ કરતાં પોતાના મનોભાવ રજૂ કરે છે અને અગિયારમી ઢાળમાં પ્રત્યેક માસે વધતી જતી પોતાની વિરહવેદના વ્યક્ત કરે છે. નમૂનારૂપ થોડી પંક્તિઓ
જુઓઃ
“અગિયારસે અંગ નમાવી રે, જોઈ વાટ વાતાયને આવી રે,
મને કામ નટુવે નચાવી, વહાલાજી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org