________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ
૪૦૧
તમે અશ્વ ખેલાઓ; યોગી કે ઘર હૈ બડે,
મત કો બતાઓ.”
સંસાર બુરા છોર કે
સુણ હો લઘુ રાજા, યોગી જંગલ સેવત,
લેઈ ધર્મ અવાજા.” જવાબમાં પાર્શ્વકુમાર નીચે પ્રમાણે કહે છે અને અગ્નિમાંથી બળતા નાગને કાઢીને બતાવે છે : દયા ધર્મ કા મૂલ હૈ
ક્યા કાન ફૂંકાયા, જીવદયા નહુ જાનતે
તપ ફોગટ માયા.” પછીની ઢાળમાં કમઠના ઉપસર્ગનું વર્ણન છે. છેલ્લી આઠમી ઢાળમાં તીર્થંકરપદ પામી પાર્શ્વનાથ ભગવાન દેશના આપે છે, અને આયુષ્ય પૂર્ણ થતાં નિર્વાણ પામે છે, એનું આલેખન છે. આ છેલ્લી ઢાળમાં રસની જમાવટ કરતાં કવિ લખે છે :
“રંગરસિયા રંગરસ બન્યો, મનમોહનજી, કોઈ આગળ નવિ કહેવાય,
મનડું મોહ્યું રે મનમોહનજી.” આમ, કવિશ્રીએ આ પંચકલ્યાણક પૂજામાં પાંચ કલ્યાણકના જીવનપ્રસંગોનું નિરૂપણ કરવામાં ઉત્તમ કવિશક્તિ દાખવી છે. વર્ણાનુપ્રાસાદિ શબ્દાલંકારો અને રૂપકાદિ અર્થાલંકારો સહિત સરળ પ્રાસાદિક ભાષામાં થયેલી આ સુગેય કૃતિ મધુર કંઠે ગવાય ત્યારે શ્રોતાઓને એના પ્રવાહમાં લયલીન બનાવી દે એવી સમર્થ છે. પુખ્તવયે લખાયેલી, કવિની પરિણતપ્રજ્ઞાની એ પ્રસાદી છે.
કવિશ્રી વીરવિજયજીની આજ દિવસ સુધી જૈનોમાં સૌથી વધુ પ્રચલિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org