________________
૪૦૦
પ્રભાવક સ્થવિરો
આ પાંચ કલ્યાણકનો નિર્દેશ કરી, ચ્યવન કલ્યાણક વિશે કવિ લખે છેઃ ‘ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી
શિવ ગયા તાસ ઘર નમન જાવે.'
ત્યારપછી કવિ વામામાતાને આવેલાં ચૌદ સ્વપ્નનું વર્ણન કરે છે. એ વખતે શરૂ થયેલી વસંત ઋતુનું વર્ણન કરતાં કવિ લખે છેઃ
‘રૂડો માસ વસંત, ફળી વનરાજિ રે, રાયણ ને સહકાર, વા'લા. કેતકી જાઈ ને માલતી રે,
ભ્રમર કરે ઝંકાર, વા'લા. કોયલ મદભર ટહુકતી રે,
બેઠી આંબાડાળ વા'લા.’
ત્યારપછી ત્રીજી ઢાળમાં પાર્શ્વપ્રભુના જન્મ-મહોત્સવનું વર્ણન કરતાં કવિની વાણીમાં કેવો ઉમંગ વરતાય છે તે જુઓ
‘રમતી ગમતી હમુને સાહેલી,
બિહું મળી લીજિએ એક તાળી, સખી આજ અનોપમ દિવાળી.’
જન્મ-મહોત્સવનું વર્ણન કરતી વખતે કવિએ લખેલી પંક્તિ ‘પ્રભુ પાસનું મુખડું જોવા, ભવોભવનાં પાતિક ખોવા' અનેક લોકોની જીભે રમતી થઈ ગઈ છે અને જિનમંદિરોમાં તે બોલાય છે.
પાંચમી ઢાળમાં કમઠ અને પાર્શ્વકુમાર વચ્ચેનો વેધક સંવાદ તત્કાલીન હિંદીમિશ્રિત, લોકપ્રચલિત ભાષામાં પ્રયોજાયો છે. વૈવિધ્ય અને મધુરતાથી સભર આ પંક્તિઓમાં જેમ કવિનું ભાષાપ્રભુત્વ જોવા મળે છે તેમ બુદ્ધિવેભવ પણ જોવા મળે છે. નીચેની પંક્તિઓ જુઓ :
‘સુણ તપસી સુખ લેનકું
Jain Education International
જપે ફોગટ માલે;
અજ્ઞાનસે અગ્નિ બિચે,
યોગકું પરજાલે.
કમઠ કહે પણ સુણ રાજવી,
For Private & Personal Use Only
www.jainelibrary.org