________________
૩૯૮
પ્રભાવક સ્થવિરો
નવાણું પ્રકારની પૂજા, (૫) બાર વ્રતની પૂજા, (૬) પંચકલ્યાણકની પૂજા અને (૭) સ્નાત્રપૂજા છે. આ દરેક પૂજાનું ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી ઘણું મહત્ત્વ છે. એમાં ચોસઠ પ્રકારી પૂજા અને પંચકલ્યાણકની પૂજા સવિશેષ મહત્ત્વની ગણાય
છે.
ચોસઠ પ્રકારી પૂજાની રચના કવિશ્રીએ વિ. સં. ૧૮૭૪માં રાજનગર અમદાવાદમાં કરી હતી. એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મની આઠ પૂજા છે. એક પૂજા રોજ ભણાવવામાં આવે તો એ રીતે એમાં આઠ દિવસ ભણાવવા માટે આ પૂજા છે. પ્રત્યેક પૂજા અષ્ટપ્રકારી હોવાથી આઠ પૂજા કુલ ચોસઠ પ્રકારી બને છે.
આઠ કર્મને લગતી આ પૂજામાં કર્મના સિદ્ધાંતને વણી લેવામાં આવ્યો છે અને એ વિશે બોધ આપવામાં આવ્યો છે. એમાં સુંદર, રસિક, દૃષ્ટાન્તો પણ કવિએ આપ્યાં છે. ભિન્ન બિન્ને દેશમાં કે રાગરાગિણીમાં ગાઈ શકાય એવી પૂજાની આ ઢાળો પ્રેરક અને ઉત્સાહક છે. આ આઠ પૂજાઓની કેટલીક પંક્તિઓ ઘણી લોકપ્રિય બની ગઈ છે. દા. ત., “વીકુમારની વાતડી કેને કહીએ ?
કેને કહીએ રે કેને કહીએ ?'
કલ્પતરુ કનકાચલ રે, નવી કરતાં ઉપકાર; તેથી મરુધર રૂડો કેરડો રે, પંથક છાંય લગાર.
કરપી ભંડો સંસારમાં રે.'
મનમંદિર આવો રે, કહું એક વાતલડી; અજ્ઞાની સંગે રે, રસિયો રાતલડી.”
બંધ સમય ચિત્ત ચેતિયે, શો ઉદયે સંતાપ; શોક વધે સંતાપથી, શોક નરકની છાપ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org