________________
૩૯૬
પ્રભાવક સ્થવિરો
કરતાં. શ્રી પદ્માવતીદેવીને જે પ્રતિમા તેઓ પોતાની સન્મુખ રાખીને આરાધના કરતા એ પ્રતિમાનાં દર્શન ભઠ્ઠીની પોળના ઉપાશ્રયમાં આજે પણ કરી શકાય
શ્રી વીરવિજયજી મહારાજનો દીક્ષાપર્યાય ૬ ૧ વર્ષ જેટલો હતો. એમણે પહેલી કતિની રચના લગભગ પચીસ વર્ષની ઉંમરે કરી હતી. લગભગ સાડા પાંચ દાયકા જેટલા પોતાના કવનકાળમાં એમણે વિવિધ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમાં રાસ જેવી સુદીર્ઘ કૃતિઓ છે અને સ્તવન જેવી નાની રચનાઓ પણ છે. એમણે પૂજાઓ, ઢાળિયાં, બારમાસ, વિવાહલો, વેલી, લાવણી, ગહુંલી, હરિયાળી, છત્રીસી, દુહા, સ્તવનો, સઝાય, ચૈત્યવંદન વગેરે વિવિધ પ્રકારની રચનાઓ કરી છે. રાસકૃતિઓમાં એમણે સુરસુંદરી રાસ, ધમ્મિલ રાસ અને ચંદ્રશેખર રાસની રચના કરી છે. પૂજાઓમાં એમણે અષ્ટપ્રકારી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, નવાણું પ્રકારી પૂજા, બાર વ્રતની પૂજા, પંચકલ્યાણકની પૂજા વગેરેની રચના કરી છે. એમણે રચેલી સ્નાત્રપૂજા આજે પણ રોજેરોજ જિનમંદિરોમાં ગવાય છે. તદુપરાંત એમણે “સ્થૂલિભદ્રની શિયળવેલ” તથા “હિતશિક્ષા છત્રીસી'ની રચના કરી છે. આ ઉપરાંત વિવિધ પ્રસંગોત્સવનાં ઢાળિયાંની રચના કરી છે. શ્રી વીરવિજયજી મહારાજના વિપુલ સાહિત્યનો સવિગત પરિચય કરવાનું અહીં શક્ય નથી. એમાંથી કેટલીક મહત્ત્વની કૃતિઓનો સંક્ષેપમાં અહીં પરિચય આપવામાં આવ્યો છે.
શ્રી વીરવિજયજી મહારાજે સ્તવન, સઝાય જેવી લઘુકૃતિઓની રચના કરી છે, તેમ રાસકૃતિઓનું સર્જન પણ કર્યું છે. પરંતુ રાસકૃતિઓમાં વિ. સં. ૧૮૫૭માં અઠ્ઠાવીસ વર્ષની વયે “સુરસુંદરી રાસનું સર્જન કર્યા પછી જીવનના ઉત્તરાર્ધમાં, લગભગ ચાર દાયકા પછી એમણે “ધમ્મિલ રાસનું સર્જન કર્યું. વિ. સં. ૧૮૯૬માં અને વિ. સં. ૧૯૦૨માં એમણે “ચંદ્રશેખર રાસ'નું સર્જન કર્યું. આ ચાર દાયકા દરમિયાન એમણે સ્તવન, સન્ઝાય ઉપરાંત પૂજાસાહિત્યની રચના કરી હતી. રાસ જેવી સુદીર્ઘ કૃતિની રચના માટે સ્થળની સ્થિરતા, સમયનો અવકાશ અને સાતત્ય મળવાં જોઈએ, જે એમને અમદાવાદમાં મળ્યાં હતાં. સુરસુંદરી રાસનું કથાનક પ્રાચીન છે અને એ વિશે અગાઉ કેટલાક કવિઓએ રાસની રચના કરી છે. શ્રી વીરવિજયજીએ આ રાસની રચના ચાર ખંડની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org