________________
J[૧૬]|| શ્રી વિજયનેમિસૂરિ મહારાજ |
વિક્રમની વીસમી સદીમાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોમાં “સૂરિચક્ર ચક્રવર્તી' તરીકે જેમને બિરદાવવામાં આવે છે એવા પ. પૂ. શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજસાહેબનું જીવનવૃત્તાન્ત અનેક ઘટનાઓથી સભર, રસપ્રદ અને પ્રેરક છે. પૃથ્વીને અજવાળવા માટે જાણે કોઈ જ્યોતિપુંજ અવતર્યો હોય એવું પવિત્ર એમનું જીવન છે. બાળ બ્રહ્મચારી એવા એ મહાત્માએ બ્રહ્મચર્યની સાધના મન, વચન અને કાયાથી એવી અખંડ અને અવિરત કરી હતી કે શ્યામલ ઘઉંવર્ણો એમનો દેહ ઓજસથી ઊભરાતો. એમની મુખકાન્તિ એવી આકર્ષક અને પ્રતાપી હતી કે એમને જોતાં જ માણસ પ્રભાવિત થઈ જાય. એમનાં નયનોમાંથી સતત કરુણા વહેતી, તેમ છતાં એ નયનોમાં વાત્સલ્યભર્યા વશીકરણની કોઈ ગજબની કુદરતી શક્તિ રહેલી હતી. એમનાં નયનોમાં જાણે એવો તેજપુંજ વરતાતો કે સામાન્ય માણસો એમની સાથે નજરથી નજર મેળવી વાત કરવા જતાં ક્ષોભ અનુભવતા. - પ. પૂ. શ્રી વિજયનેમિસૂરિ મહારાજશ્રીના જીવનની એક જ ઘટના તાજુબ કરી દે એવી છે. એમના દેહનું અવતરણ અને વિસર્જન એક જ ભૂમિમાં, એક જ દિવસે (અને તે પણ કારતક સુદ એકમે એટલે કે પંચાંગના પહેલા પવિત્ર દિવસે), એક જ વારે અને એક જ ઘડીએ થયું હતું.
વર્તમાન સમયમાં જેનોના ચારે ફિરકામાં કોઈ એક આચાર્ય મહાત્માના શિષ્ય, પ્રશિષ્ય અને પ્રપ્રશિષ્યનો સૌથી મોટો સમુદાય હોય તો તે વિજયનેમિસૂરિજીનો. પોતાના દાદાગુરુને જેમણે જોયા નથી એવા ત્રીજી-ચોથી પેઢીના કેટલાયે શિષ્યો “નેમિસૂરિદાદા' એટલો શબ્દ બોલતાં પણ હર્ષવિભોર બની જાય છે. એ ઉપરથી પણ એ સંતશિરોમણિના પવિત્ર જીવનની સુવાસ કેટલી સભર અને દૂરગામી હશે એની પ્રતીતિ થાય છે.
“શાસનસમ્રાટ’ના બિરુદને માત્ર, સાર્થક કરનાર નહિ, બલકે વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org