________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ
૪૦૭.
“સખી રે મેં કૌતુક દીઠું
સાધુ સરોવર ઝીલતાં રે, સખી તાકે રૂપ નિહાલતા રે, સખી લોચનથી રસ જાણતા રે,
સખી મુનિવર નારીશું રમે.”
હાથ જલે હાથ ડૂબિયો રે,
સખી, કૂતરીએ કેસરી હણ્યો રે.”
૨ ટ » “સખી, નારી નપુંસક ભોગવે રે.
સખી, અંબાડી પર ઉપરે રે.” આમાં પ્રથમ દૃષ્ટિએ કેટલીક વાત અસ્પષ્ટ, વિસંગત કે અસંબદ્ધ લાગે એવો સંભવ છે. પણ છેલ્લે કવિ કહે છે, “થઈ મોટા તે અરથ તે કેજો.” એનો અર્થ એ થયો કે સાધનાક્રમમાં જ્યારે આગળ વધો ત્યારે આ બધાં રૂપકો સ્પષ્ટ થવા માંડશે ત્યારે તમે પોતે એના અર્થ ઉકેલી શકશો. આમ, આ લઘુકૃતિમાં શ્રી વીરવિજયજીએ ગુરુગમથી પ્રાપ્ત થતી ગુપ્ત સાધના-પ્રક્રિયાની વાતને રૂપકો દ્વારા વર્ણવી છે. એનો ઊંડો મર્મ તો સાધકો જ સમજી શકે છે.
આમ, પોતાના વિપુલ સાહિત્ય વડે પંડિત કવિ વીરવિજયજી મહારાજે માત્ર જૈન ગૂર્જર કવિઓમાં જ નહિ, ગુજરાતી સાહિત્યમાં પણ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમના સાહિત્યનો જેમ જેમ વધુ સઘન અભ્યાસ થતો જશે તેમ તેમ એમની સર્જનપ્રતિભાનું મૂલ્ય સવિશેષ સમજાતું જશે.
જન્મે બ્રાહ્મણ પણ દીક્ષા લઈ જૈન મુનિ થયેલા અને જૈન ધર્મમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર પંડિત કવિ શ્રી વીરવિજયજીએ અનેકનાં જીવનમાં પોતાની ઉપદેશવાણી દ્વારા, પોતાના સંયમમય જીવન દ્વારા અને પોતાનાં સાહિત્યસર્જન દ્વારા સુભગ પરિવર્તન આપ્યું હતું. હજુ પણ એમના સાહિત્યનો, વિશેષતઃ એમની પૂજાઓનો, પ્રભાવ લોકજીવન ઉપર ઘણો મોટો રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org