________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ
૩૯૭.
બધી મળીને ૫૧ જેટલી ઢાળમાં કરી છે. વિવિધ દેશીમાં થયેલું કથાનકનું નિરૂપણ રસિક અને રોચક છે. “ધમ્મિલ રાસ'ની રચના છ ખંડની ૭૨ ઢાળની બધી મળીને ૨૪૮૧ કડીમાં થયેલી છે. એ પરથી પણ જોઈ શકાય છે કે આ રાસકૃતિ કેટલી મોટી છે. એમાં ધમ્મિલકુમારની સાથે સાથે બીજી ઘણી અવાંતર કથાઓ ગૂંથી લેવામાં આવી છે. પચકખાણ લેવાથી કેટલો બધો લાભ થાય છે તથા તેનો મહિમા કેટલો બધો છે એ મુખ્ય ઉપદેશ એમાં ગૂંથી લેવામાં આવ્યો છે. ઉપમા, રૂપક, દષ્ટાન્તાદિ અર્થાલંકારો અને વર્ણાનુપ્રાસાદિ શબ્દાલંકારોથી સભર આ સુદીર્ઘ રાસકૃતિ કવિ શ્રી વીરવિજયજીની રાસકવિ તરીકેની સિદ્ધિની પ્રતીતિ કરાવે છે. “ચન્દ્રશેખર રાસ'ની રચના મુનિદાનના મહિમાને વર્ણવે છે. ચાર ખંડની કુલ ૫૭ ઢાળમાં ચન્દ્રશેખરના કથાનક ઉપરાંત બીજી ઘણી અવાંતર કથાઓનું નિરૂપણ થયું છે. અદ્ભુત રસ અને હાસ્યરસનું આલેખન પણ તેમાં ઘણે સ્થળે થયું છે. પાત્રો અને ગતિશીલ પ્રસંગોનું વૈવિધ્ય તેમાં ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. કવિએ તત્ત્વબોધની સાથે તેમાં વ્યવહારબોધ વણી લીધો છે. ન્યાયોપાર્જિત દ્રવ્ય ઉપર અને એવા દ્રવ્યના દાન ઉપર એમાં ભાર મૂકવામાં આવ્યો છે. કવિએ એમાં શિષ્ટ ગુજરાતી ભાષાની સાથે સાથે તત્કાલીન બોલચાલની હિંદી મિશ્રિત ગુજરાતી ભાષા પણ પ્રયોજી છે. (મુસલમાનોના એ શાસનકાળ દરમિયાન આવી ભાષાનો પ્રયોગ અન્ય કેટલાક કવિઓએ પણ પોતાની કૃતિમાં કર્યો છે.) આ રાસકૃતિ પણ કવિની કવિત્વશક્તિનો સરસ પરિચય કરાવે છે.
આમ, આ ત્રણ રાસકૃતિઓ દ્વારા પંડિત કવિ શ્રી વીરવિજયજી આપણા રાસકવિઓમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લે છે. એમના યુગ પછી આ પ્રકારની રાસરચના લગભગ બંધ જેવી થઈ ગઈ, એટલે આપણે એમને છેલ્લા સમર્થ રાસકવિ તરીકે ઓળખાવી શકીએ.
શ્રી વીરવિજયજી મહારાજે પૂજાસાહિત્યની રચના કરી છે તેમાં વિષયનું નિરૂપણ, શાસ્ત્રબોધ, એની ભિન્ન ભિન્ન દેશીઓ, લયબદ્ધતા, સરળતા, સુગેયતા, પ્રાસાદિકતા વગેરે એની વિવિધ ગુણસંપત્તિને કારણે એમને એક શ્રેષ્ઠ પૂજા-કવિ તરીકેનું સ્થાન અપાવે છે. એમણે રચેલી પૂજાઓમાં (૧) અપ્રકારી પૂજા, (૨) ચોસઠ પ્રકારી પૂજા, (૩) પિસતાલીસ આગમની પૂજા, (૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org