________________
૪૦૨
પ્રભાવક સ્થવિરો
રહેલી કૃતિ તે એમની સ્નાત્રપુજા છે. છંદ અને જુદી જુદી દેશીઓમાં લખાયેલી આ સ્નાત્રપૂજા રોજેરોજ હજારો જિનમંદિરોમાં સવારના નિયમિત ભણાવાય છે. અનેક લોકોને આ આખી પૂજા કંઠસ્થ છે. જિનેશ્વર ભગવાનનો જન્મ થાય છે ત્યારે દેવો મેરુશિખર ઉપર લઈ જઈને એમનો અભિષેક કરે છે. આ જન્મમહોત્સવનું, તે પૂર્વે માતાને આવતાં ચૌદ સ્વપ્નનું વર્ણન આ પૂજામાં કરવામાં આવ્યું છે અને એનું માહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. તીર્થકર ભગવાનની પૂર્વ ભવની આરાધના વિશે આરંભમાં કવિ લખે છેઃ
સમકિત ગુણઠાણ પરિણમ્યા, વળી વ્રતદર સંયમસુખ રમ્યા; વીસ સ્થાનક વિધિએ તપ કરી એસી ભાવદયા દિલમાં ધરી, જો હોવે મુજ શક્તિ ઈસી સવિ જીવ કરું શાસનરસી, શુચિરસ ઢળતે તિહાં બાંધતાં
તીર્થકર નામ નિકાચતાં. કડખાની દેશી, એકવીસાની દેશી, વિવાહલાની દેશી, વગેરેમાં જન્મમહોત્સવની વિવિધ ઘટનાઓનું નિરૂપણ કરી છેલ્લે ધનાશ્રી રાગમાં લખાયેલી ઢાળમાં દેવોએ કરેલા અભિષેકનું મનોહર વર્ણન કવિએ કર્યું છે. તેમાંથી થોડીક પંક્તિઓ જુઓઃ આતમભક્તિ મળ્યા કેઈ દેવા,
કેતા મિત્તનું જાઈ નારીપ્રેર્યા ને વળી કુલવટ
ધર્મી ધર્મ સખાઈ. જોઈસ વ્યંતર ભુવનપતિનાં
વૈમાનિક સૂર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશ
અરિહાને નવરાવે.' આ સ્નાત્રપૂજાની પંક્તિઓ સરળ, સુયોગ્ય, લયબદ્ધ અને જલદી જીભે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org