________________
૩૯૦
પ્રભાવક સ્થવિરો
ઈ. સ. ૧૮૭૮માં અમદાવાદનાં જેનોમાં મૂર્તિપૂજા વિશે મોટો વિવાદ થયો હતો. સાણંદના કોઈ ઢંઢિયાએ (એ વખતે “સ્થાનકવાસી’ શબ્દ પ્રચારમાં આવ્યો નહોતો) અમદાવાદની કોર્ટમાં અમદાવાદની વીસા શ્રીમાળી જ્ઞાતિ ઉપર દાવો કર્યો હતો કે તેઓની મૂર્તિપૂજા શાસ્ત્રવિરુદ્ધ છે માટે તે અટકાવવી જોઈએ. અંગ્રેજ જજસાહેબે બેય પક્ષના વિદ્વાનોને બોલાવ્યા. એ વખતે અમદાવાદમાં શ્રી વીરવિજયજી મહારાજ હતા. એમણે અદાલતમાં જુબાની આપવા તથા શાસ્ત્રોના પાઠો બતાવવા માટે પોતાના ઉપરાંત બીજા સાધુઓને પણ બોલાવ્યા. એમાં કચ્છ-ભૂજથી આણંદશેખરજી આવ્યા. ખેડાથી લબ્ધિવિજયજી આવ્યા. તેમની સાથે દલીચંદજી આવ્યા. અમદાવાદમાં ખુશાલવિજયજી અને માનવિજયજી હતા. તદુપરાંત સંઘના પ્રતિનિધિ એવા શ્રાવકોમાં બહારગામથી વિસનગરથી ગલાશા જેચંદ આવ્યા. બીજા શ્રાવકોમાં શ્રીમાળી જ્ઞાતિના શેઠ ભગવાનચંદ, ઇચ્છાશા, વખતચંદ, માનચંદ, હરખચંદ માનચંદ વગેરે એકત્ર થયા. જ્યારે કોર્ટમાં કેસ નીકળ્યો ત્યારે જજસાહેબે વીરવિજયજીને ખુરશીમાં બેસવા કહ્યું, ત્યારપછી ઢંઢક તરફથી જેઠારખિ (જઠાઋષિ)ને બોલાવ્યા. શ્રી વીરવિજયજીએ જે પ્રશ્નો જજસાહેબની હાજરીમાં એમને પૂછ્યા તેના તેઓ ઉત્તર ન આપી શક્યા. તેઓ તરત જ ચાલ્યા ગયા. ત્યારપછી નરસિંહ ઋષિને બોલાવવામાં આવ્યા. તેઓ પણ શ્રી વીરવિજયજીના પ્રશ્નોના ઉત્તર ન આપી શક્યા. આગમગ્રંથોમાં અને તેમાં પણ બત્રીસ સૂત્રોમાં મૂર્તિપૂજાના ઉલ્લેખો ક્યાં ક્યાં છે તે શ્રી વીરવિજયજીએ બતાવ્યા. એથી સંતોષ થતાં જજસાહેબે મૂર્તિપૂજક સંપ્રદાયનો વિજય જાહેર કર્યો. આમ અમદાવાદમાં આ એક ઐતિહાસિક ઘટના બની ગઈ. એનો મુખ્ય યશ શ્રી વીરવિજયજીને ફાળે જાય છે, કારણ કે એ વખતે એમણે આગમગ્રંથોનું અને સૂત્રસિદ્ધાન્તોનું સૂક્ષ્મ અવગાહન કરી લીધું
હતું.
શેઠ મોતીશાહ વિ. સં. ૧૮૮૮માં મુંબઈમાં ભાયખલામાં પોતાની વાડીમાં શત્રુંજયની ટૂક જેવું મંદિર બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો. એ પ્રસંગે શ્રી વીરવિજયજી મહારાજે ભાયખલા ટૂકનાં ઢાળિયાંની રચના કરી હતી. શ્રી વીરવિજયજી તે વખતે મુંબઈ જઈ શક્યા નહોતા, કારણ કે ત્યારે મુંબઈ સુધીનો વિહારનો રસ્તો નહોતો. વહાણમાં બેસીને જવું પડતું. ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org