________________
૩૯૨
પ્રભાવક સ્થવિરો
તેને કોણ અટકાવી શકે ? ભૂતકાળમાં વજૂસ્વામી જેવા દશ પૂર્વધર મહાત્મા હતા છતાં શત્રુંજય પર જાવડશાને બચાવી શક્યા નહોતા. શેઠ હઠીસિંગના દેરાસરની પ્રતિષ્ઠાના પ્રસંગનું વર્ણન કરતાં ઢાળિયામાં શ્રી વીરવિજયજી કહે છે:
‘પૂરવધર વાયરસ્વામી,
એકવીસ વાર પ્રતિમા વિરામી; દેવે જાવડશા હરી લીનો,
પૂરવી થઈને શું કીનો ?' શ્રી વીરવિજયજી મહારાજની તથા શ્રી રૂપવિજયજી મહારાજની નિશ્રામાં અમદાવાદમાં શેઠ હઠીસિંગના જિનમંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ વિ. સં. ૧૯૦૩માં ઊજવાયો હતો. દુર્ભાગ્યે શેઠ હઠીસિંગનું અવસાન પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં થયું હતું, પરંતુ શેઠાણી હરકુંવરબાઈએ ત્યારપછી પોતાની સૂઝ, આવડત અને હોશિયારીથી આખો પ્રસંગ સારી રીતે પાર પાડયો હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવ અમદાવાદના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. શ્રી રંગવિજયજી મહારાજે પોતાના ઢાળિયામાં આ પ્રસંગનું સરસ વર્ણન કર્યું છે.
શ્રી વીરવિજયજી મહારાજે વિ. સં. ૧૯૦૫માં સોરઠના સંઘનાં ઢાળિયાં લખ્યાં છે. મહારાજશ્રીની નિશ્રામાં શેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈએ “ઊભી સોરઠનો (એટલે શત્રુંજય તથા ગિરનારનો) સંઘ કાઢયો હતો. આ સંઘમાં મહારાજશ્રી પોતે ગયા હતા. એટલે એમણે ઢાળિયાંમાં નજરે જોયેલી એ સંઘયાત્રાનું તાદશ વર્ણન કર્યું છે.
શ્રી વીરવિજયજી મહારાજે સંસ્કૃત ભાષાનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. એની પ્રતીતિ એમણે મુનિ કીર્તિવિજયજીના આગ્રહથી “અધ્યાત્મસાર’ ઉપર “ટબો' લખ્યો હતો એ ઉપરથી થાય છે. આ ‘ટબો” એમણે વિ. સં. ૧૮૮૧ના ચૈત્ર સુદ પૂનમના રોજ પૂરો કર્યો હતો. આ ગદ્યકૃતિમાં એમણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના કઠિન ગ્રંથ “અધ્યાત્મસાર' ઉપર પહેલી વાર ગુજરાતીમાં વિશેષ પ્રકાશ પાડ્યો હતો. એમાં એમના સમયની ગુજરાતી ભાષાની લઢણ જોઈ શકાય છે.
શ્રી વીરવિજયજી મહારાજે સંસ્કૃતમાં “પ્રશ્નચિંતામણિ' નામના ગ્રંથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org