________________
૩૮૮
પ્રભાવક સ્થવિરો
શ્રી શુભવિજયજીની તબિયત હવે લથડતી જતી હતી. અન્નની અરુચિ, શ્વાસ્સલામણ અને ઊભા રહેતાં ચક્કર આવવાં વગેરે પીડાઓ શરૂ થઈ ગઈ હતી. પરિણામે વિ. સં. ૧૮૬૦માં ફાગણ સુદ ૧૨ના રોજ ગુરુવર્ય શ્રી શુભવિજયજી તોંતેર વર્ષની વયે, પંચાવન વર્ષનો દીક્ષાપર્યાય પાળી, અમદાવાદમાં કાળધર્મ પામ્યા. આમ પોતાના ગુરુ ભગવંતનું સતત બાર વર્ષ સુધી શ્રી વીરવિજયજીને સાન્નિધ્ય મળ્યું એ એમની પંડિતકવિ તરીકેની પ્રતિભાને વિકસાવવામાં બહુ સહાયભૂત થયું. ગુરુવર્યના વિયોગની તેમની વેદના અપાર હતી. પોતાના હૃદયોગાર વ્યક્ત કરવા શ્રી વીરવિજયજીએ “શુભવેલી' નામની કૃતિની રચના કરી. એમાંથી આપણને શ્રી શુભવિજયજીના જીવનનો ટૂંકો વૃત્તાન્ત જાણવા મળે છે. એ પણ કેવો યોગાનુયોગ છે કે ગુરુ અને શિષ્ય- શ્રી શુભવિજયજી અને શ્રી વીરવિજયજી બંનેનાં સંસારી નામ કેશવ હતાં. શ્રી શુભવિજયજી વિરમગામના વતની હતા અને એમના સંસારી ભાઈનું નામ મહીદાસ હતું. “શુભવેલી'માં શ્રી વીરવિજયજી પોતાના ઉદ્ગારો નીચે પ્રમાણે વ્યક્ત કરે છે:
નાથ વિયોગે જીવવું રે હાં, તે જીવિત યા માંહિ; આતમધરમની દેશના રે હાં, કુણ દેયે હવે આંહિ.”
ર શ શર ચાલ્યા, મુજને એકલડો રે હાં, ઊભો મેલ્હી નિરાસ, ઈણે મારગે બોલાવિયો હાં રે, પાછી નહિ તસ આશ. આ ભવમાં હવે દેખવો રે હાં, દુલહો ગુરુ દેદાર, કરસ્યું કેહની ચાકરી રે હાં, વંદન ઊઠી સવાર.”
શુભવેલીમાં શ્રી વીરવિજયજીએ પોતાના ગુરુ ભગવંતનો મહિમા દર્શાવતાં લખ્યું છે:
એ ગુરુના ગુણ જળનિધિ, મુજ મતિએ ન કહાય; ગુણનિધિ જળનિધિ જળ ભર્યો, ગગરીમેં ન સમાય.” વળી સંઘને ભલામણ કરતાં તેઓ “શુભવેલી'માં લખે છેઃ “ગાવો ગાવો રે ગુણવંત ગુરુગુણ ગાવો, મોતિય થાલ ભરી સશુરુજીને વધાવો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org