________________
૩૮૬
પ્રભાવક સ્થવિરો
સામે જઈને સામૈયું કર્યું. ખંભાત ત્યારે પણ વિદ્યાના ધામ તરીકે જાણીતી નગરી હતી અને ત્યાં સંસ્કૃત ભાષા તથા ષદર્શનના અભ્યાસ માટે પંડિતોની સુવિધા હતી. યુવાન શ્રી વીરવિજયજી તેજસ્વી હતા. એટલે એમનો વિદ્યાભ્યાસ સારી રીતે અખંડ ચાલી શકે એ હેતુથી શ્રી શુભવિજયજીએ ખંભાતમાં જુદા જુદા વિસ્તારના ઉપાશ્રયમાં લાગલગાટ પાંચ ચાતુર્માસ કર્યા હતાં.
દીક્ષા લીધા પછી શ્રી શુભવિજયજીએ પોતાના શિષ્ય શ્રી વીરવિજયજીને વિદ્યાભ્યાસ કરાવવામાં ઘણી સારી કાળજી રાખી હતી. એમણે પોતે અર્ધમાગધીનો અને જૈન શાસ્ત્રોના સિદ્ધાન્તોનો તથા જેન તત્ત્વદર્શનનો સારો અભ્યાસ કરાવ્યો. તદુપરાંત શ્રી વીરવિજયજીને સંસ્કૃત ભાષામાં સારો અભ્યાસ કરાવવા માટે એમણે પંડિતોની વ્યવસ્થા કરાવી હતી. એ પંડિતોએ સંસ્કૃતનાં પાંચ પ્રસિદ્ધ મહાકાવ્યો-રઘુવંશ, કુમારસંભવ, નૈષધીયચરિત, કિરાતાર્જનીય અને શિશુપાલવધનો સારો અભ્યાસ કરાવ્યો તથા છયે દર્શનોનું પણ ઘણું ઊંડું અધ્યયન કરાવ્યું. શ્રી રંગવિજયજી મહારાજે પોતાના રાસમાં આ અભ્યાસનો નિર્દેશ નીચે પ્રમાણે કર્યો છેઃ
શાસ્ત્ર અરથ સિદ્ધાન્તના, આપે ગુરુ ગુણવંત; સુશિષ્યને ગુરુ શીખવે, શાસ્ત્ર તણો વિરતંત. વિવેકી વિચક્ષણ વીરને, દેખી હરખિત થાય, અધ્યાપક તે સુપિયા, વિદ્યા ભણવા કાજ. અધ્યાપક દેતો વલી, જોઈ બુદ્ધિપ્રકાશ, ગહન અરથ તે આપતો, મન ધરી મોટો ઉલ્લાસ. વીર વિવેક શીખિયા, અધ્યાપક ગુરુ પાસ;
પંચકાવ્ય પાઠી થયા, ખટદર્શન વિખ્યાત.” દીક્ષ પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના ગુરુ ભગવંત સાથે જ હંમેશાં વિચરતા હતા. શ્રી વીરવિજયજીએ પદર્શન અને કાવ્યાલંકાર સહિત જેન સૂત્રસિદ્ધાન્તનો જે અભ્યાસ કર્યો તેથી એમની બુદ્ધિપ્રતિભા ઘણી ખીલી ઊઠી. તેમણે વિ. સં. ૧૮૫૩માં તેવીસ વર્ષની ઉંમરે ખંભાતમાં “ગોડી પાર્શ્વનાથના ઢાળિયાં' નામની કૃતિની જે રચના કરી છે એમાં એમની કવિ તરીકેની પરિપક્વ પ્રતિભાનાં દર્શન થાય છે. ત્યાર પછી વિ. સં. ૧૮૫૮માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org