________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ
૩૮૫
થઈ. ક્રોધે ભરાયેલી માતાએ પુત્રને ગાળ દીધી. એથી કેશવરામને ઘણું લાગી આવ્યું. તેઓ પણ ક્રોધે ભરાયા અને ઘર છોડી ચાલી નીકળ્યા અને અમદાવાદમાં પાછો પગ ન મૂકવો એવો નિર્ણય કરી રોચકા નામના ગામે પહોંચ્યા. કેશવરામના ગયા પછી માતાને પસ્તાવો થયો. વળી પતિ વિયોગથી પુત્રવધૂ રળિયાત ઝૂરવા લાગી. એનું દુઃખ સહન ન થતાં માતાએ કેશવરામની ભાળ કાઢવા માટે પોતાની બહેનને લઈને આસપાસનાં ગામોમાં ભમવા માંડ્યું. એમ કરતાં રોચકામાં દીકરાની ભાળ મળી, પણ દીકરાએ તો અમદાવાદ પાછા ન ફરવાનો સંકલ્પ કર્યો હતો. એટલે માતા આઘાતને લીધે તથા પરિશ્રમને કારણે મૃત્યુ પામી. કેશવરામે માતાનું કારજ કર્યું, પણ અમદાવાદ પાછા ન ફર્યા. આ બાજુ ભાઈ અને માતાના વિયોગના દુ:ખને લીધે ગંગા પણ મરણ પામી. કેવળરામનાં પત્ની રળિયાતનું ત્યારપછી શું થયું તેની કશી વિગત મળી નથી.
કેશવરામને આ સમય દરમિયાન ક્યાંક શ્રી શુભવિજયજી મહારાજનો ભેટો થયો હતો. કયા ગામે એ ભેટો થયો હતો તેની નિશ્ચિત માહિતી મળતી નથી. પરંતુ કેશવરામ પાલિતાણા પહોંચે છે એવામાં કેશવરામને કોઈ ગંભીર બીમારી લાગુ પડી. એ વખતે પાલિતાણામાં શ્રી શુભવિજયજી મહારાજ બિરાજમાન હતા. એમણે કેશવરામનો એ રોગ મટાડી દીધો. આ રીતે શ્રી શુભવિજયજીના સંપર્કમાં આવવાનું કેશવરામને બન્યું. સંભવ છે કે આ ગાળા દરમિયાન બ્રાહ્મણ જાતિના કેશવરામના ચિત્ત ઉપર જૈન સાધુઓના સંયમિત જીવનનો ઘણો મોટો પ્રભાવ પડ્યો હોવો જોઈએ. આથી જ એમણે ઘરે ન જતાં પોતાને દીક્ષા આપવા માટે શ્રી શુભવિજયજીને આગ્રહ કર્યો. શ્રી શુભવિજયજી ખંભાત જઈને એમને દીક્ષા આપવાનો વિચાર કરતા હતા, પણ એટલા દિવસની ધીરજ કેશવરામને રહી નહિ. એટલે શ્રી શુભવિજયજીએ માર્ગમાં પાનસરા નામના ગામે વિ. સં. ૧૮૪૮ના કારતક વદમાં કેશવરામને દીક્ષા અઢાર વર્ષની ઉમરે આપી અને એમનું નામ શ્રી વીરવિજયજી રાખવામાં આવ્યું. શ્રી શુભવિજયજીને શ્રી ધીરવિજયજી અને શ્રી ભાણવિજયજી નામના બે શિષ્યો હતા અને એમાં આ શ્રી વીરવિજયજીનો ઉમેરો થયો.
વિહાર કરતાં કરતાં શ્રી શુભવિજયજી ખંભાત પધાર્યા. ખંભાતના સંઘે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org