________________
૩૭૪
પ્રભાવક સ્થવિરો
હતી.
આગમમંદિરનું બાંધકામ ચાલતું હતું તે દરમિયાન મહારાજશ્રી સુરત જિલ્લામાં બાજીપરા, બારડોલી, બુહારી વગેરે ગામોમાં વિહાર કરી આવ્યા અને ત્યાંના પ્રતિષ્ઠાદિ મહોત્સવમાં પણ હાજરી આપી આવ્યા. ત્યાંથી સુરત પાછા ફર્યા પછી આગમમંદિરનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ વિ. સં. ૨૦૦૪ના મહા સુદ ત્રીજના રોજ ઊજવાયો.
સુરતનું આગમમંદિર તામ્રપત્રમાં છે. તામ્રપત્રમાં આ રીતે પહેલી વાર આગમમંદિરનું નિર્માણ થયું છે. ભારતીય જૈન પરંપરામાં એક યશોજ્જવલ ગાથા સમાન આ આગમમંદિરનું ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મૂલ્ય છે.
મહારાજશ્રીએ જીવનભર મહત્ત્વનું જે યશસ્વી અને ચિરકાલીન કાર્ય કર્યું તે તો સાહિત્યના ક્ષેત્રનું છે. આગમગ્રંથો મુદ્રિત કરીને સર્વસુલભ કરવા જોઈએ એ એમના ક્રાંતિકારી નિર્ણય અને તદનુસાર કાર્યને પરિણામે એની સાથે આવશ્યક સંલગ્ન કાર્ય તે સંશોધનનું આવ્યું. આગમગ્રંથોમાં પણ જુદી જુદી હસ્તપ્રતોમાં જુદા જુદા પાઠ હોય તો કયો પાઠ વધુ સાચો તેનો પ્રમાણભૂત નિર્ણય કરવાનું ઊંડાં ભાષાજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન અને તર્કબુદ્ધિ વિના શકય નથી. મહારાજશ્રી એક પછી એક આગમગ્રંથો સંશોધિત-સંપાદિત કરીને પ્રતાકારે છપાવતા ગયા. તેમણે જીવનભર આ કાર્ય કર્યા કર્યું. એ માટે કહેવાય છે કે એમણે સમયનો જરા પણ પ્રમાદ કર્યો નથી. આચાર્ય તરીકે સમુદાયની જવાબદારી, વ્યાખ્યાન, વિહાર, દીક્ષા, પ્રતિષ્ઠા વગેરે પ્રકારનાં સાધુ-સામાચારી સાથે સંકળાયેલાં મહત્ત્વનાં કાર્યો તથા શિષ્યોના શાસ્ત્રાભ્યાસ ઉપરાંત એમણે જે વિપુલ લેખનકાર્ય કર્યું છે એ ખરેખર આશ્ચર્ય ઉપજાવે એવું છે.
મહારાજશ્રીએ આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નંદી, અનુયોગદ્વાર, પ્રજ્ઞાપના, ઔપપાતિક, કલ્પસૂત્ર, આવશ્યકસૂત્ર, વિશેષાવશ્યકસૂત્ર, ઇત્યાદિનાં સંશોધન-સંપાદન ઉપરાંત પૂર્વ-સૂરિઓની મહત્ત્વની કૃતિઓ જેવી કે ઉપદેશમાલા, અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપમિતિભવપ્રપંચકથા, પંચાશક, ધર્મબિંદુ, ધર્મસંગ્રહ, તત્ત્વાર્થસૂત્ર, પ્રશમરતિ, પ્રવચનસારોદ્ધાર, પંચસંગ્રહ, લલિતવિસ્તરા, વીતરાગસ્તોત્ર, લોકપ્રકાશ, શ્રીપાલચરિત્ર વગેરે ૧૭૩ જેટલા ગ્રંથોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org