________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૭૭
હતો કે જે દિવસે જવાનું નિર્માયું હશે તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ચોથની પાંચમ નથી થવાની' કે “બીજની ત્રીજ નથી થવાની’ એમ આ રૂઢપ્રયોગમાં કોઈ પણ નજીકનજીકની બે તિથિ બોલી શકાય છે.”
મહારાજશ્રીએ રૂઢપ્રયોગ તરીકે જ આમ કહ્યું હશે એમ સોએ માન્યું. એ જ દિવસે રાત્રે મહારાજશ્રીએ જાહેર કર્યું કે પોતે હવે મૌન સહિત અનશન વ્રત ધારણ કરે છે. મહારાજશ્રીનું જંઘાબળ ક્ષીણ થયું હતું. પરંતુ એમનું આત્મબળ તો એવું જ રહ્યું હતું. તેઓ સ્વાધ્યાય કરતા, વાચના આપતા કે સંશોધનકાર્ય કરતા ત્યારે કલાકો સુધી પદ્માસન કે અર્ધપદ્માસને બેસી શકતા. તેઓ અર્ધપદ્માસને કાર્યોત્સર્ગ ધ્યાનમાં બેસી ગયા. તેઓ “નવકાર મંત્રનો અને “અરિહંત શરણે પવજ્જામિ' જાપ કરતા અને જમણા હાથની એમની આંગળીના વેઢા ઉપર અંગૂઠો ફરતો રહેતો. મહારાજશ્રીએ પડિલેહણ, પ્રતિક્રમણ વગેરે આવશ્યક સાધ્વાચાર માટે અર્ધપદ્માસન છોડવાની છૂટ રાખી હતી. પરંતુ મૌન છોડતા નહિ. જરૂર પડે તો ઇશારાથી સમજાવતા. ચતુર્વિધ આહારનો સંપૂર્ણ ત્યાગ હતો એટલે ઓષધિ લેવાનું પણ એમણે છોડી દીધું
હતું.
મહારાજશ્રી રાતને વખતે પણ સંથારામાં સૂઈ ન રહેતાં અર્ધપદ્માસને બેસીને જપ-ધ્યાન કરતા રહેતા. મહારાજશ્રીએ અનશન વ્રત અંગીકાર કર્યું છે એ સમાચાર પ્રસરતાં સુરત અને અન્ય નગરોના અનેક ભક્તો એમનાં અંતિમ દર્શન માટે આવવા લાગ્યા. - દિવસ અને રાત ચોવીસ કલાક એક જ સ્થળે અર્ધપઘાસને બેસી રહેવું એ સરળ વાત નથી. શરીર થાકી જાય, આડા પડવાનું મન થાય, પરંતુ મહારાજશ્રીનું આત્મબળ ઘણું મોટું હતું. તેઓ એવી રીતે એક દિવસ નહિ, સળંગ પંદર દિવસ અને રાત બેસી રહ્યા.
વૈશાખ વદ પાંચમ ને શનિવારનો દિવસ આવ્યો. કોઈને યાદ આવ્યું કે સાહેબજીએ કહ્યું છે કે પાંચમની છઠ્ઠ નથી થવાની તે રૂઢપ્રયોગને બદલે સાચા અર્થમાં તો નહિ કહ્યું હોય ને ! વાત સાચી હતી. એમ જ લાગતું હતું. પાંચમની સવારથી મહારાજશ્રીનું શરીર ફિદું પડી ગયું હતું, શ્વાસ જોરથી ચાલતો હતો. નાડીના ધબકારા ધીમા પડી ગયા હતા. છતાં અર્ધપઘાસને કાઉસગ્ગ ધ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org