________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
• ૩૭૯
અગ્નિસંસ્કારનું સ્થળ તો બાજુમાં જ હતું, પરંતુ શિબિકા સાથેની અંતિમયાત્રા સુરતના મુખ્ય માર્ગો ઉપર ફરીને ઘણા કલાકો પછી તે સ્થળે આવી. સુરતના તમામ બજારોએ તે દિવસે બંધ પાળ્યો હતો. મહારાજશ્રીનાં અંતિમ દર્શન માટે શેરીએ શેરીએ અસંખ્ય માણસો ઊમટ્યા હતા. કેટલાયની આંખમાંથી આંસુ સરતાં હતાં.
મહારાજશ્રીની પાલખી અગ્નિસંસ્કારના સ્થળે એવી પહોંચી. જયંતીલાલ વખારિયાએ આંસુ ટપકતે નયને અગ્નિદાહ આપ્યો. ચંદનકાષ્ઠની ચિતા ભડભડ બળવા લાગી. એક મહાન જ્યોતિ જયોતિમાં ભળી ગઈ. માણિક્યસાગરસૂરિની નિશ્રામાં ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીઓએ દેવવંદન કર્યા.
મહારાજશ્રીના કાળધર્મ પ્રસંગે ગામેગામથી તારસંદેશા આવ્યા. સુરત, ઉપરાંત મુંબઈ, અમદાવાદ, વડોદરા, કપડવંજ, ખંભાત, પાટણ, પાલિતાણા, જામનગર, પાલનપુર, રાધનપુર, ભાવનગર, મહેસાણા, વિજાપુર તથા ગુજરાત બહાર પૂના, મદ્રાસ, ઉજ્જૈન, રતલામ, ઇન્દોર, અમલનેર વગેરે ઘણાં નગરોમાં મહારાજશ્રીને અંજલિ આપવા ગુણાનુવાદ સભાઓ યોજાઈ.
અગ્નિસંસ્કારના સ્થળે ગુરુમંદિર બાંધવાની યોજના તરત અમલમાં આવી. આગમમંદિરની પાસે જ સુંદર, આકર્ષક ગુરુમંદિર બાંધવામાં આવ્યું અને ત્યાં મહારાજશ્રીની કાઉસગ્ગ ધ્યાનની મુદ્રાવાળી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. પંચોતેર વર્ષની વયે, ઓગણસાઠ વર્ષનો દીક્ષાપર્યાય પાળીને, મૌનસહિત અનશન વ્રત ધારણ કરી અર્ધપદ્માસને બેઠાં બેઠાં, આંતરિક જાગૃતિ, સહિત, કાઉસગ્ગ ધ્યાને સમાધિપૂર્વક દેહ છોડનાર સાગરજી મહારાજે દીક્ષા લઈ પોતાની સંયમમાત્રા ચાલુ કરી હતી ત્યારે આરંભમાં તેઓ એકાકી હતા, પરંતુ તેઓ કાળધર્મ પામ્યા ત્યારે એમનો શિષ્ય-પ્રશિષ્ય સમુદાય પોણાબસો સાધુઓ અને બસોથી વધુ સાધ્વીઓનો હતો. એમના ચારિત્રનો પ્રભાવ કેટલો મોટો હશે તેની પ્રતીતિ માટે આટલી હકીકત પણ પૂરતી છે.
મહારાજશ્રીને અંજલિ અર્પતી કેટલીક કાવ્યરચનાઓ પણ એ સમયે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં થઈ હતી. એમના પટ્ટશિષ્ય માણિજ્યસાગરસૂરિ પણ શાસ્ત્રજ્ઞાતા ઉપરાંત સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. એમણે પોતાના ગુરુવર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org