________________
પ્રભાવક સ્થવિરો
માટે અષ્ટકાદિ પ્રકારની કેટલીક સંસ્કૃતમાં કરેલી રચનાઓમાં સરસ ભાવવાહી અંજલિ આપી છે. ‘ગુરુવર્યાષ્ટકમ્’ના પ્રારંભમાં તેઓ લખે છેઃ
प्रभावक श्री जिनशासनस्य प्रज्ञानिधे संयमशालिमुख्य । जिनागमोद्धारक सूरिवर्य श्री सागरानन्दगुरो सुपूज्य ।। खगेपु हंसः कुसुमेषु पद्मः शक्र सूरेषु द्रुषुकल्पवृक्षः । यथातथा साम्प्रतकालवर्ति संवेगिपु त्वं गुरुराज मुख्यः ।। ગુજરાતીમાં થયેલી કાવ્યરચનાઓમાં મુખ્યત્વે જીવણચંદ સાકરચંદ ઝવેરીની છે. સુરતના એ શ્રેષ્ઠીએ જૈન ધર્મનો ઘણો સારો અભ્યાસ કર્યો હતો અને રાસના પ્રકારની કૃતિઓનું સંપાદન કર્યું હતું. મહારાજશ્રી સાથે પોતાના ચાર દાયકાના ઘનિષ્ઠ પરિચયને કારણે મહારાજશ્રીનો વિરહ એમને ઘણો લાગ્યો હતો. એમણે ગુરુ મહારાજ માટે જે જુદી જુદી રચનાઓ કરી છે તેમાં એક સ્થળે તેઓ લખે છેઃ
ન વાંછી કીર્તિ કદા, ન વાંછી સૌરભ કથા, વાંછી ના જીવનની કાંઈ માયા,
૩૮૦
વાંછી આત્મદાનને, દેહક્ષય અવગણી, અર્પિયું સર્વ તો ધર્મ માટે.
X X X
હેમ ને હીર અપિ, યશોઉપાધ્યાયા કા તરવરે દૃષ્ટિએ તુજને પેખી;
શતક ત્રણસો લગી, તું સમો નવ થયો, વીરના ધર્મમાં વીરબાહુ.
મહારાજશ્રીની અંતિમ યાત્રાનું વર્ણન કરતાં તેઓ લખે છેઃ
દર્શને આવતા, રાત્રિએ જાગતા,
ખિન્નતા ધારતા ચિત્ત ચૌટે,
લોક ઊમટતું, વાસથી પૂજતું દ્રમ્મ ચઢાવતું શક્તિયોગ્યું. બાળ ને વૃદ્ધ પણ, ભાવથી આવતા, ખેદથી ઊભતા મોહ ત્યાગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org