________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૮૧
ધૂપ પધરાવતા, ધૂપધાણાંમહિ, સૂરભિ રેલાવતા યત્ન કરતા.
x x x જય નંદ, જય ભદ્રનો ઘોષ ઉચ્ચારતા પરઠવે મંડિપ નિસ્સરણ કાજે; લકરી તૂરથી, શોકના સૂરથી હસ્તિયે વિહરતી ગાંભીર્ય છાયે. ગાવતાં કીર્તનો, ભજનનાં મંડળો ધૂપની સુરભિ ગગન વાહ. પુષ્પસુવર્ણ ને દ્રમ્પ ઉછાળતા ધીર વહતી વહે નિહરણજત્તા.
આમ, આગમસેવા, તીર્થસેવા, સંઘસેવાનાં મહાન કાર્યો કરનાર, દીક્ષા, પદવીપ્રદાન, ઉપધાન, અંજનશલાકા, પ્રતિષ્ઠા, આગમવાચના અને નિયમિત પ્રેરક અને ઉબોધક વ્યાખ્યાનો દ્વારા ઠેર ઠેર ધર્મ-જાગૃતિ આણનાર અને જૈન-જૈનેતર એવા અનેક લોકોને ધર્મ પમાડનાર, વિવિધ સ્થળે, વિવિધ પ્રકારની સંસ્થાઓની સ્થાપના કરાવનાર પૂ. સાગરજી મહારાજનું જીવન અને કાર્ય જૈન શાસનની પરંપરામાં ચિરસ્મરણીય બની રહે તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org