________________
પ્રભાવક સ્થવિરો
ગુંથની રચના કરી હતી.
મહારાજશ્રી આટલું બધું કાર્ય કરતા છતાં પોતાને માટેની ચીજ-વસ્તુઓના વપરાશમાં તેઓ બરાબર “ઉપયોગ” રાખતા. કોઈ ચીજવસ્તુ તેઓ નિરર્થક વેડફી નાખતા નહિ અથવા એનો ઉડાઉપણે ઉપયોગ કરતા નહિ. સંઘો પાસે પણ તેઓ જરૂર પૂરતું મર્યાદિત ખર્ચ કરાવતા. એનું ઉત્તમ ઉદાહરણ એ મહારાજશ્રીએ અલ્પપરિચિત સૈદ્ધાંતિક શબ્દકોશ તૈયાર કર્યો તે છે. આગામોમાં જેમ જેમ શબ્દો આવે તેમ તેમ તે ટપકાવી લેવાના રહેતા. એ માટે સળંગ મોટા કાગળ વિના પણ ચાલે. મહારાજશ્રી પોતાના ઉપર આવેલાં છાપાંચોપાનિયાં, પત્રો વગેરેમાંથી કોરી જગ્યા કાપી લઈ તેમાં શબ્દો લખી લેતા. કાપલીઓ હોય તો આગળ-પાછળ કરવાનું પણ સરળ પડે. મહારાજશ્રીએ આખો કોશ આવી રીતે કાપલીઓ બનાવીને તૈયાર કર્યો હતો. સ્થળ પદાર્થના ઉપયોગમાં પણ મહારાજશ્રીની દૃષ્ટિ કેટલી સૂક્ષ્મ હતી તે આના ઉપરથી જોઈ શકાય છે.
મહારાજશ્રીના અંતિમ દિવસો ગોપીપુરામાં માલીફળિયામાં લીંબડા ઉપાશ્રયમાં પસાર થઈ રહ્યા હતા. એ સ્થળે લીંબડાનું મોટું વૃક્ષ હતું. એની છાયા બારી વાટે મહારાજશ્રીના દેહ ઉપર પથરાતી હતી. લીંબડો જાણે મહારાજશ્રીની અંતિમયાત્રાનો સાક્ષી બની રહ્યો હતો.
મહારાજશ્રીએ પોતે કરવા ધારેલાં નાનાંમોટાં બધાં જ કાર્યો સારી રીતે પરિપૂર્ણ થયાં હતાં. એમના શિષ્ય અને પ્રશિષ્યનો સમુદાય શતાધિક હતો. મહારાજશ્રી સમતાના ધારક હતા, જ્ઞાની હતા અને ઉચ્ચ કોટિના આરાધક હતા.
વ્યાધિઓને કારણે એમનું શરીર વધુ કથળતું જતું હતું. પરંતુ જપ, ધ્યાન વગેરેમાં જરા પણ પ્રમાદ આવતો નહોતો.
વૈશાખ મહિનો ચાલુ થઈ ગયો હતો. વૈશાખ સુદ પાંચમનો દિવસ આવ્યો. મહારાજશ્રીએ પોતાના પટ્ટશિષ્ય શ્રી માણિક્યસાગરસૂરિ અને બીજાઓ સાથે પોતાના સમુદાયની વ્યવસ્થા વિશે વિચારણા કરી લીધી. પોતાનો અંતિમ કાળ નજીક આવી રહ્યો છે એ સ્પષ્ટ હતું. તે દિવસે કોઈ કે પૂછ્યું, “સાહેબજી, આપને હવે કેમ રહે છે ?'
મહારાજશ્રીએ કહ્યું, “પાંચમની છઠ્ઠ થવાની નથી.” આનો સાદો અર્થ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org