________________
૩૭૨
પ્રભાવક સ્થવિરો
તબિયતની જરા પણ ચિંતા ન કરો. જે પૂછવું હોય તે જરૂર નિઃસંકોચ પૂછો.”
પંડિતજીનો રહેવા-જમવા માટે મહારાજશ્રીએ બંદોબસ્ત કરાવ્યો. પંડિતજીને જે કંઈ પૂછવું હતું, જાણવું હતું તે વિશે તેઓ મહારાજશ્રીની સાથે જ્ઞાનગોષ્ઠી કરતા ગયા. મહારાજશ્રી પાસેથી તેમને પોતાની બધી શંકાઓનું સમાધાન મળતું ગયું. તબિયત નાદુરસ્ત હોવા છતાં મહારાજશ્રી થાક્યા વગર ચર્ચા કરતા રહ્યા, સમજાવતા રહ્યા. પંડિતજીને એથી ઘણું આશ્ચર્ય થયું. એમણે મહારાજશ્રીને એ વિશે પણ પૂછયું, મહારાજશ્રીએ કહ્યું, “રોગો દેહમાં છે, આત્મામાં નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન આત્મામાં છે, દેહમાં નથી. એટલે જ્ઞાનગોષ્ઠી કરવાની હોય ત્યારે શરીર યાદ આવતું નથી.'
કપડવંજના આ ચાતુર્માસ દરમિયાન દેશવિરતિ ધર્મ આરાધક સમાજનું સંમેલન મહારાજશ્રીની નિશ્રામાં યોજવામાં આવ્યું હતું તથા શિષ્ય મુનિ હેમસાગરને ગણિ અને પંન્યાસની પદવી આપવામાં આવી હતી.
મહારાજશ્રી કપડવંજના ચાતુર્માસ પછી મુંબઈ પધાર્યા, ત્યાં ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર કરીને સુરત પધાર્યા. સુરતમાં એમના ભક્તો ઘણા બધા હતા. “સાગરજી મહારાજ એ બે શબ્દો બોલતાં એમના હૈયામાં અનેરો ઉલ્લાસ ઊભરાતો. એમનો પડુયો બોલ ઝીલવા તેઓ સતત તત્પર રહેતા.
મહારાજશ્રીની પિસ્તાલીસ આગમસૂત્રોને શિલામાં કંડારવાની ભાવના પાલિતાણામાં મૂર્તિમંત થઈ હતી. એ ભાવનાથી જ વધુ પ્રેરાઈને શિલા કરતાં વધુ ટકાઉ એવાં તામ્રપત્રો ઉપર આગમગ્રંથોની કોતરણી અન્ય કોઈ સ્થળે કરવાની એમની ભાવના હતી. એ દૃષ્ટિએ સુરત એમને વધુ અનુકૂળ સ્થળ લાગ્યું.
સુરતના આ ચાતુર્માસ દરમિયાન એમણે ભક્તોને પોતાની ભાવના જણાવી. ભક્તોએ તરત એ દરખાસ્ત હર્ષભેર વધાવી લીધી. પૂ. સાગરજી મહારાજશ્રીની તબિયત સારી રહેતી નહોતી. આથી એમની દેખરેખ હેઠળ કામ ઝડપથી પૂર્ણ થાય એ પણ જરૂરી હતું. આ કાર્ય સાંગોપાંગ પાર પડે એ માટે તથા વહીવટી કાર્ય કરી શકે એવી એક સ્વતંત્ર સંસ્થાની જરૂર હતી. સુરતમાં નેમુભાઈની વાડીના ઉપાશ્રયે વૈશાખ સુદ અગિયારસ ને તા. ૧૧-૫-૪૬ના રોજ એક સભા બોલાવવામાં આવી હતી. મહારાજશ્રીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org