________________
૩૭૦
પ્રભાવક સ્થવિરો
જોયો હતો તેની કંઈક ઝાંખી કરાવે એવો ઉત્સવ ત્યારપછી પાલિતાણામાં આ ફરી વાર થયો હતો.
આગમમંદિરના સંકુલમાં સિદ્ધચક્ર–ગણધર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
આગમ મંદિરમાં શિલાપટ્ટોમાં સંસ્કૃત ભાષામાં પદ્યમાં જે પ્રશસ્તિ, સ્તુતિ વગેરે લખવામાં આવ્યાં છે તે વાંચવાથી આગમમંદિરના મહિમાનો ખ્યાલ આવે છે. એ રચનાઓ મહારાજશ્રી તથા એમના પટ્ટશિષ્ય માણિક્ય-સાગરસૂરિએ લખેલી છે.
વિ. સં. ૧૯૯૯માં મહારાજશ્રીએ આગમમંદિરમાં પ્રતિષ્ઠા કરાવી અને પછી પાલિતાણાથી વિહાર કરી તેઓ કપડવંજ પધાર્યા. કપડવંજમાં ચૈત્ર મહિનાની આયંબિલની ઓળી તેમણે ધામધૂમપૂર્વક કરાવી. મહારાજશ્રી ઘણા વખતે ફરી પોતાના વતનમાં પધાર્યા હતા. વળી તેમની તબિયત વાયુના રોગને કારણે સારી રહેતી નહોતી. એટલે કપડવંજના સંઘે બહુ આગ્રહપૂર્વક ચાતુર્માસ કપડવંજમાં કરવા માટે વિનંતી કરી, મહારાજશ્રીએ વિનંતીનો સ્વીકાર કર્યો અને ચાતુર્માસ માટે ત્યાં જ રોકાયા. એ સમય દરમિયાન મહારાજશ્રીની પ્રેરણાથી ગૃહસ્થો માટે સ્થપાયેલ “દેશવિરતિ ધર્મ આરાધક સમાજનું સંમેલન કપડવંજમાં યોજવાનું નક્કી થયું. મહારાજશ્રીની નિશ્રામાં એ સંમેલન યોજવામાં આવ્યું અને ઘણા આગેવાન આરાધકોએ એમાં ભાગ લીધો.
મહારાજશ્રીને વાયુના રોગ ઉપરાંત કપડવંજમાં તાવ અને ઉધરસ પણ તાવવા લાગ્યાં. વળી લોહી પણ ફિક્કુ પડતાં પાંડુરોગ પણ એમને થયો. એથી અહીં ઔષધોપચાર પણ ચાલુ થયા અને પરેજી પાળવાનું પણ ચાલુ થયું. કફની પ્રકૃતિને કારણે વૈદ્યોએ દૂધને બદલે ચા વાપરવાની તેમને સલાહ આપી હતી. એ દિવસોમાં ચાનો આટલો બધો પ્રચાર નહોતો. દૂધ, ઉકાળાનો વધુ પ્રચાર હતો. થોડાંક શ્રીમંત ઘરોમાં ચા મંગાવાતી અને પીવા માટે બનાવાતી. ચા બનાવવાનો એટલો મહાવરો પણ નહોતો.
જૈન ધર્મમાં રસત્યાગને પણ એક પ્રકારના તપ તરીકે બતાવવામાં આવ્યું છે. જૈન સાધુ ભગવંતોએ તો સ્વાદેન્દ્રિય ઉપર પણ વિજય મેળવવો જોઈએ. વિવિધ વાનગીઓના રસને માણવો, ભાવતા ભોજન જમવાની અભિલાષા થવી એ જૈન સાધુનું લક્ષણ નથી. મહારાજશ્રીએ આહારની બાબતમાં કેવી ઉદાસીનતા કેળવી હતી તેનો એક જાણીતો પ્રસંગ નોંધાયેલો છે. કપડવંજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org