________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૬૯
સ્થળ તરીકે શત્રુંજયની તળેટી (પાલિતાણા) તેમને વધુ અનુકૂળ લાગી, કારણ કે યાત્રિકોની કાયમ અવરજવરને કારણે એની દેખભાળ પણ રહ્યા કરે. પાલિતાણામાં ચાતુર્માસ દરમિયાન રોજ પ્રભાતે પોતે તળેટીએ દર્શન કરવા જતા હતા ત્યારે એક દિવસ પાછા ફરતાં તળેટીની ડાબી બાજુની વિશાળ ખુલ્લી જગ્યા એમના મનમાં વસી ગઈ. પોતાના ભક્તો પાસે એમણે આગમ મંદિરની કલ્પના અને યોજના રજૂ કરી. ભક્તોએ તે અત્યંત હર્ષપૂર્વક વધાવી લીધી. આ યોજનાની દરખાસ્ત સાંભળી પાલિતાણા–નરેશે જમીન પણ પડતર ભાવે સહર્ષ તરત આપી દીધી. શિલ્પીએ મહારાજશ્રીની કલ્પના અનુસાર પિસ્તાલીસ દેવ-કુલિકાસહિત ચતુર્મુખ જિનપ્રાસાદના નકશા તૈયાર કરી આપ્યા. એમાં ચારે બાજુ ફરતી દીવાલો ઉપર આરસમાં અનુક્રમે પિસ્તાલીસ આગમ કોતરીને મઢવાની યોજના હતી.
મહારાજશ્રીની આ યોજના માટે વિ. સં. ૧૯૯૪માં ખાતમુહૂર્ત માટે સુરતના શેઠ શાંતિચંદ છગનભાઈએ ચઢાવો બોલી કુલ રૂપિયા પચાસ હજારથી અધિક રકમ નોંધાવી હતી. પોતાની દેખરેખ હેઠળ આગમો કોતરવાનું કાર્ય શિલ્પીઓ દ્વારા શુદ્ધ રીતે થાય એ માટે મહારાજશ્રીએ સં. ૧૯૯૬, ૧૯૯૭
અને ૧૯૯૮નાં ચાતુર્માસ પાલિતાણામાં કર્યાં હતાં. મહારાજશ્રીના વિદ્વાન શિષ્યો માણિજ્યસાગર, ક્ષમાસાગર, ચંદ્રસાગર, હેમસાગર, ધર્મસાગર વગેરેએ પણ આ કાર્યની સારી દેખરેખ રાખી હતી.
વિ. સં. ૧૯૯૮માં આગમમંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ બહુ મોટા પાયા ઉપર લગભગ તેર દિવસ સુધી ચાલ્યો હતો. ગામેગામથી ઘણાં સાધુ-સાધ્વીઓ તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓ આ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યાં હતાં. કુંભસ્થાપન, દશદિપાલપૂજન, નવગ્રહપૂજન, અષટમંગલપૂજન, ચ્યવનાદિ કલ્યાણકો, અંજનશલાકા તથા પ્રતિષ્ઠાની વિધિ બહુ જ ઉલ્લાસપૂર્વક, નિર્વિને થઈ હતી. રોજેરોજ સાધર્મિક વાત્સલ્ય ઉપરાંત મહોત્સવના અંતિમ દિવસે સમગ્ર પાલિતાણા નગરને “ધુમાડાબંધ” જમાડવાનું નિમંત્રણ હતું. આ તેર દિવસ દરમિયાન પાલિતાણાની સ્મશાનભૂમિ પણ બંધ રહી હતી કારણ કે કોઈનું મૃત્યુ થયું નહોતું.
શેઠ મોતીશાહની ટૂક બંધાઈ તે વખતે પાલિતાણા શહેર જે મહોત્સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org