________________
૩૬૮
પ્રભાવક સ્થવિરો
ઉપાશ્રય, આયંબિલશાળા, ભોજનશાળા વગેરેની સ્થાપના થઈ હતી અને શેઠ પોપટલાલ ધારશી તથા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદે મહારાજશ્રીની નિશ્રામાં શત્રુંજય તથા ગિરનારનો છ'રી પાળતો સંઘ બહુ મોટા પાયા ઉપર કાઢ્યો હતો, જે એક ઐતિહાસિક ઘટના જેવો બની ગયો હતો. મહારાજશ્રીએ એ વખતે શેઠ પોપટલાલ ધારશીને કહ્યું હતું કે પૂ. શ્રી વિજયનેમિસૂરિ યાત્રા-સંઘના ઘણા અનુભવી છે. વળી, તપગચ્છના સૌથી મોટા અને મહાન આચાર્ય છે. તેઓ જો સંઘમાં જોડાશે તો યાત્રાસંઘ દીપી ઊઠશે. માટે તેઓને આગ્રહભરી વિનંતી કરવી. શેઠ પોપટલાલે તે પ્રમાણે કર્યું અને શ્રી વિજયનેમિસૂરિ એ નિમંત્રણનો સ્વીકાર કરી જામનગર પધાર્યા અને સંઘમાં જોડાયા. આથી આ યાત્રાસંઘ ઘણો દીપી ઊઠ્યો અને યાદગાર બની ગયો.
મહારાજશ્રીનું જીવન આગમમય બની ગયું હતું. આગમોની જુદી જુદી જે હસ્તપ્રતો પોતાની પાસે આવતી તે તેઓ ઝીણવટપૂર્વક જોઈ–તપાસી જતા. પોતાની પાસે આવતી બધી જ હસ્તપ્રતો શુદ્ધ, સંપૂર્ણ, અખંડિત હોય એવું બનતું નહિ. કોઈ કોઈ હસ્તપ્રતોમાં કોઈ કોઈ પાનાં ખૂટતાં હોય અથવા થોડો ભાગ ઊધઈએ ખાધો હોય અથવા કાગળ કે તાડપત્ર બટકી ગયાં હોય. તાડપત્રીય હસ્તપ્રતોનું આયુષ્ય હજાર-દોઢ હજાર વર્ષથી વધુ ગણાય નહિ. તાડપત્ર ઉપર લખનારા લહિયાઓ હવે રહ્યા નહિ. એટલે જે હસ્તપ્રતો છે તે પણ કાળક્રમે નષ્ટ થવાની. કાગળની હસ્તપ્રતો લખનારા પણ દુર્લભ અને મોંઘા થવા લાગ્યા અને હસ્તલિખિત પ્રતો વાંચવાનો જમાનો હવે વિલીન થવા લાગ્યો. એટલા માટે મહારાજશ્રીએ આગમગ્રંથો મુદ્રિત કરાવવાનું ક્રાંતિકારી કાર્ય ક્યું.
એક વખત એક જ્ઞાનભંડારમાંથી આવેલી તાડપત્રીય હસ્તપ્રત જીર્ણશીર્ણ સ્થિતિમાં જોઈને મહારાજશ્રીને ઘણી વેદના થઈ. વિચાર કરતાં થયું કે તાડપત્ર કરતાં પણ પથ્થરમાં કે તામ્રપત્રમાં કોતરેલા અક્ષરોનું આયુષ્ય વધુ લાંબું છે. અશોકના શિલાલેખો કે રાજા ખારવેલના સમયમાં ખંડગિરિની ગુફામાં કોતરેલા શબ્દો બે હજાર વર્ષથી એવા ને એવા જોવા મળે છે. આથી આગમોને પણ શિલાઓમાં જો કંડારવામાં આવે તો તેનું આયુષ્ય વધુ લાંબું ટકી શકે. આમાંથી મહારાજશ્રીને આગમમંદિરનો વિચાર સ્ફર્યો.
આગમમંદિરની યોજના એમના મનમાં સાકાર થવા લાગી. એ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org