________________
૩૬૬
પ્રભાવક સ્થવિરો
વ્યક્તિને દીક્ષા આપવાની વિરુદ્ધ છે, પછી તે બાળ હોય કે યુવાન હોય. પૂર્વજન્મના સંસ્કારને કારણે, જ્ઞાનાવરણીય કર્મના તેવા ક્ષયોપશમને કારણે કોઈક જીવો બાળવયમાં પણ પુખ્ત વયની વ્યક્તિ કરતાં વધુ સમજણ-ડહાપણ, ન્યાય-બુદ્ધિ, નીતિપરાયણતા, ધર્મારાધના દાખવતા હોય છે, તેવા બાળજીવોને વેળાસર દીક્ષા આપવામાં કશું અયોગ્ય નથી. બલ્ક એ પ્રમાણે દીક્ષા આપવાથી એમનું અને સમાજનું વધુ કલ્યાણ થાય છે. માત્ર જૈન પરંપરામાં જ નહિ, હિંદુ અને બૌદ્ધ ધર્મમાં પણ બાળદીક્ષા આપવાની પરંપરા ઠેઠ પ્રાચીન કાળથી ચાલી આવે છે.
આમ છતાં અયોગ્ય બાળદીક્ષાઓ પણ અપાતી આવી છે. નાનાં છોકરાંઓને ભગાડીને લઈ જઈ સંન્યાસી બનાવી દેવાના દાખલા બનતા રહ્યા છે. પરંતુ તેથી બાળદીક્ષા ઉપર સર્વથા પ્રતિબંધ મૂકી શકાય નહિ. જ્યારે અયોગ્ય બાળદીક્ષાના બનાવો વધે છે તે વખતે સમાજમાં ખળભળાટ મચે છે. આ વિષયનો ઝીણવટથી અભ્યાસ ન કરનારા અધૂરી સમજણવાળા, ઉતાવળિયા સુધારાવાદીઓ રાજ્ય પાસે કાયદો કરાવવા દોડી જાય છે. બાળલગ્ન, બાળમજૂરી, બાળવ્યસન, બાળગુનેગારી, બાળદીક્ષા વગેરે બાળકોને લગતા વિષયોને એકસરખા પલ્લામાં ન મૂકી શકાય.
ભારતને સ્વતંત્રતા મળી તે પૂર્વે તળ ગુજરાતમાં મોટામાં મોટું દેશી રાજ્ય તે વડોદરાનું ગાયકવાડ સરકારનું રાજ્ય હતું. વળી સૌરાષ્ટ્રમાં અમરેલી, ઉત્તર ગુજરાતમાં પાટણ, વિજાપુર વગેરે, તથા દક્ષિણમાં નવસારી જેવાં નગરોમાં પણ ગાયકવાડી રાજ્ય વિસ્તરેલું હતું. એ રાજ્યમાં કોઈ કાયદો થાય એટલે લગભગ એટલા ગુજરાતને એની અસર પહોંચે. સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ઇંગ્લેન્ડમાં લીધું હતું અને પોતાના રાજ્યમાં કેટલાક સારા સુધારા કર્યા હતા. ભારતનાં તે સમયનાં દેશી રાજ્યોમાં એક મોટા પ્રગતિશીલ રાજ્ય તરીકે એની ગણના થતી હતી. પરંતુ એ રાજ્યમાં “બાળદીક્ષા, સંન્યાસ દીક્ષા પ્રતિબંધ'નો કાયદો જ્યારે દાખલ કરવામાં આવ્યો ત્યારે તેનો ઘણો મોટો વિરોધ થયો. માત્ર જૈનોએ જ નહિ, હિંદુ સંન્યાસીઓ અને સમાજનેતાઓએ પણ એનો સખત વિરોધ કર્યો હતો. આગમોદ્ધારક મહારાજશ્રીએ પણ ઠેર ઠેર સભાઓમાં એ વિશે ઉદ્ધોધન કર્યું અને એ વિશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org