________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૬૫
યોજવામાં આવ્યું હતું. મહારાજશ્રીએ શ્રી વિજય-નેમિસૂરિ સાથે વિચાર-વિનિમય કરીને મુનિ સંમેલનની કાર્યવાહી વ્યવસ્થિત કરવા સરસ પ્રયાસ કરી લીધા હતા. જુદા જુદા ગચ્છ અને સમુદાયના નવ આચાર્યો સર્વસંમતિથી જે નિર્ણયો કરે તેટલા જ માન્ય કરવા. ઉગ્ર વિવાદના પ્રશ્નો ટાળવા. બધા જ મુનિ ભગવંતો હાજર રહે, પરંતુ ચર્ચામાં જો બધા જ બોલે તો પાર ન આવે. માટે ચર્ચામાં ભાગ લેવા માટે, પોતાનું વક્તવ્ય રજૂ કરવા માટે પ્રતિનિધિરૂપ સિત્તેર મુનિઓની પસંદગી થઈ. બાકીનાઓએ પોતાના વિચારો પોતાના પ્રતિનિધિને જણાવવાના રહે. ઠરાવો ઘડવા માટે એક સમિતિની અને છેલ્લે ચાર મુનિઓની એક પ્રવર સમિતિની નિમણૂક થઈ હતી.
સંમેલનની કાર્યવાહી સરસ ચાલતી હતી. પરંતુ ક્યારેક મતભેદોમાં આગ્રહ વધી જતો. એમ છતાં એકંદરે સરળતાપૂર્વક કાર્યવાહી ચાલતી હતી. અલબત્ત, એક વખત મદભેદ એટલો ઉગ્ર બની ગયો કે શ્રી વિજયસિદ્ધિસૂરિ અને શ્રી વિજયદાનસૂરિ સંમેલન છોડીને ચાલ્યા ગયા. એટલે સર્વસંમતિ તુટી પડવાનો પ્રશ્ન ઊભો થયો. એમ જો થાય તો આટલી તેયારી કરીને બોલાવેલા મુનિ સંમેલનની ફળશ્રુતિ શૂન્યમાં આવે. એ વખતે મહારાજશ્રી આનંદસાગરસૂરિ એ બંને આચાર્યો પાસે પહોંચ્યા અને એ બંનેને સમજાવીને પાછા બોલાવી લાવ્યા. જો તેઓ તેમને ન મનાવી શક્યા હોત તો મુનિ સંમેલન તૂટી જાત.
- આમ અમદાવાદમાં સળંગ ચોત્રીસ દિવસ સુધી મળેલા મુનિ સંમેલનમાં નવે આચાર્યોએ સર્વસંમતિથી જે ઠરાવો કર્યા તેના ખરડા ઉપર તેઓ દરેકની સંમતિની સહી થઈ અને એથી શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયમાં એકતા સધાઈ. સામાચારીના મતભેદો તથા શિથિલાચાર દૂર થયા. આ મુનિ સંમેલનનો પ્રભાવ જૈન સાધુસંસ્થા ઉપર ઘણો મોટો પડ્યો અને એનાં સારાં સારાં પરિણામ ઘણા લાંબા સમય સુધી જોવા મળ્યાં.
મહારાજશ્રીના સમયમાં એક મોટો પ્રશ્ન તે બાળદીક્ષાનો હતો. જેના શાસનમાં બાળદીક્ષિત હોય એવા ઘણા મહાત્માઓ થઈ ગયા છે કે જેમણે શાસનને વધુ ઉજ્જવલ બનાવ્યું છે. અલબત્ત, જેન શાસનમાં આઠ વર્ષ પૂરાં થયા પછી દીક્ષા આપવાનું ફરમાવાયું છે. અપવાદરૂપ વજસ્વામી જેવાને એથી ઓછી ઉંમરે દીક્ષા આપવાનું તે કાળના આચાર્યોને યોગ્ય લાગ્યું હતું, જે સર્વથા ઉચિત હતું એમ સિદ્ધ થયું હતું. સિદ્ધાંતોની દૃષ્ટિએ જૈન શાસન અયોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org