________________
૩૬૪
પ્રભાવક સ્થવિરો
હતા. ત્યાં તેમણે “રત્નસાગરજી જૈન વિદ્યાશાળા” તથા “નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ' જેવી સંસ્થાઓના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને “નવપદ આરાધક સમાજ', “દેશવિરતિ આરાધક સમાજ' તથા “યંગ મેન જેન સોસાયટી' જેવી મહારાજશ્રીની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થાઓના સભ્યોનું એક વિશાલ સંમેલન સુરતમાં મહારાજશ્રીની નિશ્રામાં યોજવામાં આવ્યું હતું.
વિ. સં. ૧૯૮૯માં સુરતમાં ચાતુર્માસ કરી ૧૯૯૦માં મહારાજશ્રી અમદાવાદ પધાર્યા હતા. એ દિવસોમાં સુધારાવાદી અસરને કારણે જૈન સંઘોમાં કેટલાક સળગતા પ્રશ્નોના નિરાકરણ માટે આવશ્યકતા ઊભી થઈ હતી. કેટલાક સંઘોમાં પણ કુસંપ, મતભેદ, કદાગ્રહ વગેરે પ્રવર્તતા હતા. એક જ ગચ્છમાં અને ગચ્છ–ગચ્છ વચ્ચે કેટલીક સામાચારીની બાબતમાં મતભેદ અને વિવાદ ચાલતા હતા. સાધુઓમાં કેટલોક શિથિલાચાર પ્રવર્તવા લાગ્યો હતો. એ વખતે તપગચ્છના આચાર્યોમાં શ્રી વિજયનેમિસૂરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયસિદ્ધિસૂરિ, શ્રી વિજયદાનસૂરિ વગેરે મુખ્ય હતા. બાળદીક્ષા, દેવદ્રવ્ય, સ્વપ્નદ્રવ્ય, માળારોપણ વગેરેના પ્રશ્નો અંગે એકતા જો સ્થાપવામાં ન આવે તો અને સંગઠન મજબૂત ન થાય તો પ્રબળ બનતાં જતાં વિરોધી પરિબળો જૈન સંઘોને અને સાધુ સંસ્થાને છિન્નભિન્ન કરી નાખે એવાં હતાં. એ વખતે શ્રી વિજયનેમિસૂરિએ અમદાવાદ અને અન્ય મોટાં શહેરોના શ્રેષ્ઠીઓ અને સંઘના આગેવાનોનો સહકાર મેળવીને અમદાવાદમાં એક મુનિ સંમેલન યોજવાનું વિચાર્યું. અને સાગરાનંદસૂરિનો સહકાર મુખ્ય હતો, કારણ કે એ બંને આચાર્યોને પરસ્પર સભાવ ઘણો હતો. તેમાં પણ સાગરાનંદસૂરિને પૂ. નેમિસૂરિ પ્રત્યે આરંભથી જ ઘણો આદરભાવ હતો. શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયના માત્ર તપગચ્છના જ નહિ, ખરતરગચ્છ, પાયચંદગચ્છ અને અંચલગચ્છના સર્વ મુનિ-મહારાજોને પણ આ મુનિ સંમેલન માટે નિમંત્રણ આપવામાં આવ્યું. એ પ્રમાણે અમદાવાદમાં આશરે સવા ચારસો જેટલા મુનિઓ પધાર્યા.
શ્રી વિજયનેમિસૂરિ અને શ્રી સાગરાનંદસૂરિએ અમદાવાદમાં સાથે પ્રવેશ કર્યો અને બંને સાથે પાંજરાપોળના ઉપાશ્રયે ઊતર્યા. નગરશેઠના વંડામાં મુનિ સંમેલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org