________________
૩૬ ૨
પ્રભાવક સ્થવિરો
સ્થાપવાની જરૂર હતી. એટલે મહારાજશ્રીની પ્રેરણાથી આ વર્ષો દરમિયાન દેશવિરતિ આરાધક સમાજ', “નવપદ આરાધક સમાજ', “યંગ મેન સોસાયટી' જેવી કેટલીક સંસ્થાઓની સ્થાપના થઈ હતી જે દ્વારા ધર્મરક્ષાનું અને ધર્મવૃદ્ધિનું ઘણું સંગીન કાર્ય થયું હતું.
એ વખતે મુંબઈમાં કેટલાક સુધારાવાદીઓએ “નવયુગ નાટક સમાજ” નામની એક નાટક મંડળી ઊભી કરી હતી. આ નાટક મંડળી દ્વારા મુંબઈના રંગમંચ ઉપર જૈન સાધુઓની દીક્ષા પ્રણાલિકાને વગોવતું, જૈન સાધુનું હલકું ચિત્ર ઉપસાવતું એક નાટક ભજવવાની તૈયારીઓ ચાલવા લાગી. “અયોગ્ય દીક્ષા' એવું એ નાટકનું નામ રાખવામાં આવ્યું હતું. આ નાટકની જાહેરાત થતાં જૈન સમાજમાં ભારે મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. સામાન્ય શ્રદ્ધાળુ લોકોને એથી ભારે આઘાત લાગ્યો હતો. સુધારાવાદીઓ, નાસ્તિકો એથી આનંદમાં આવી ગયા હતા.
એ વખતે મુંબઈમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન મહારાજશ્રીને લાગ્યું કે અન્ય સમાજ સમક્ષ જૈન સાધુ સમાજને ઉતારી પાડનારા આવા હીન મલિન નાટ્યપ્રયોગ સામે જબરજસ્ત ચળવળ ઉપાડવા સિવાય બીજો ઉપાય નથી. પ્રબળ લોકમત આગળ ભલભલાને નમવું પડે છે. મહારાજશ્રીના ઉદ્ધોધનથી નાટક કંપની સામે લોકોમાં ઘણો મોટો ઊહાપોહ થયો. વાતાવરણ નાટક કંપનીની વિરુદ્ધ થઈ ગયું. નાટક કંપનીએ નાટક ભજવવાનો ઈન્કાર જાહેર કરી દીધો. એથી સુધારાવાદીઓ ઢીલા પડી ગયા અને વિવાદનો વંટોળ શમી
ગયો.
મહારાજશ્રીનો જમાનો એટલે ભારતની સ્વતંત્રતા પૂર્વેનો બ્રિટિશ રાજ્ય અને દેશી રાજ્યોનો જમાનો. એ વખતે કેટલાંક દેશી રાજ્યો પોતાની આવક વધારવા માટે જાતજાતના કરવેરા પર નાખતાં. ઘણા રાજાઓ પ્રજાના કરવેરામાંથી થતી આવક પ્રજાકલ્યાણ માટે ન વાપરતાં પોતાના અંગત મોજશોખ અને ભોગવિલાસ માટે, શિકાર, જુગાર, મહેફિલો, કીમતી ઘરેણાં અને શોખની વસ્તુઓની ખરીદી માટે તથા રંગરાગભર્યા જીવન માટે વાપરતા. કેટલાક તો કાયમ માટે ઇંગ્લેન્ડ (વિલાયત)માં રહેતા અને રાજ્યના પૈસા ત્યાં મગાવી વાપરતા. પોતાના રાજ્યમાં કરવેરા નાખવા માટેનાં ક્ષેત્રોમાંનું એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org