________________
૩૬૦
પ્રભાવક સ્થવિરો
મોટા વિદ્વાન છે એની જાણ થતાં કેટલાક વિદ્વાન પંડિતો અને પ્રાધ્યાપકો એમને મળવા આવ્યા અને એમના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થયા. તેઓને એમ થયું કે કાશી જેવી નગરીમાં મહારાજશ્રી પધાર્યા હોય અને એમની વાણીનો જાહેર કાર્યક્રમ દ્વારા લાભ ન લેવાય તો તેથી પંડિતો અને વિદ્યાર્થીઓને જ ગેરલાભ થશે. સંસ્કૃત ભાષા અને સાહિત્યના આ પ્રાચીન વિદ્યાધામમાં મહારાજશ્રીને “સ્યાદ્વાદ' વિશે સંસ્કૃત ભાષામાં વ્યાખ્યાન આપવા આગ્રહભર્યું નિમંત્રણ મળ્યું. મહારાજશ્રીએ એનિમંત્રણનો સ્વીકાર કર્યો અને હિંદુ વિશ્વવિદ્યાલયમાં તેઓ પોતાના શિષ્યો સાથે પધાર્યા. ત્યાં તેમણે પંડિતોની અને વિદ્યાર્થીઓની વિશાળ સભામાં વિર્ભોગ્ય સંસ્કૃત ભાષામાં, ગહન વિચારોથી સભર એવું વ્યાખ્યાન આપ્યું. એ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ વ્યાખ્યાન ઘણી કઠિન સંસ્કૃત ભાષામાં હતું. કેટલાક લોકોએ માગણી કરી કે એ જ વિષય ઉપર જરા સરળ ભાષામાં મહારાજશ્રી વ્યાખ્યાન આપે તો ઘણા વધુ લોકોને લાભ થાય. મહારાજશ્રીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો અને ત્યારપછી બીજાં બે વ્યાખ્યાન એ જ વિષય ઉપર સરળ સંસ્કૃત ભાષામાં આપ્યાં. મહારાજશ્રી ગુજરાતી અને હિંદી ભાષામાં તો વ્યાખ્યાનો આપતા હતા પરંતુ આટલી અસ્મલિત શૈલીએ, સરળ અને કઠિન એમ બંને રીતે સંસ્કૃતમાં વ્યાખ્યાન આપતાં પહેલી વાર જોઈને ખુદ એમના પોતાના શિષ્યોને પણ બહુ આશ્ચર્ય થતું હતું.
વારાણસીથી મહારાજશ્રીએ સમેતશિખરની યાત્રા માટે પોતાના શિષ્યો સાથે બિહાર તરફ વિહાર કર્યો. સમેતશિખરની યાત્રા પછી તેઓ ત્યાંનાં તીર્થક્ષેત્રોમાં વિચરતા હતા તે સમયે કલકત્તાના આગેવાનો તેમને કલકત્તા ચાતુર્માસ કરવા પધારવા માટે વિનંતી કરવા આવ્યા. મહારાજશ્રીએ તેમની વિનંતીનો સ્વીકાર કર્યો. ગુજરાત તરફથી આ મહાન જૈનાચાર્ય પધારી રહ્યા છે એ સમાચારને કલકત્તાનાં વર્તમાનપત્રોએ સારી પ્રસિદ્ધિ આપી. કલકત્તામાં વેપારાર્થે ગયેલા ગુજરાતી અને વધુ તો રાજસ્થાનવાસી જૈન ભાઈઓની સારી સંખ્યા હતી. તેઓએ કલકત્તામાં પ્રવેશ વખતે મહારાજશ્રીનું, કાર્તિકી પૂર્ણિમા વખતે ત્યાં જેવો ભવ્ય વરઘોડો વર્ષોથી નીકળે છે, તેવું ભવ્ય સ્વાગત કર્યું.
અહીં મહારાજશ્રીના વ્યાખ્યાનમાં રાજસ્થાનની ભાઈબહેનોની બહુમતી હતી એટલે મહારાજશ્રી હિંદી ભાષામાં વ્યાખ્યાન આપતા હતા. મહારાજશ્રીએ જોયું કે કલકત્તામાં લોકોની ધર્મવાચના માટે પૂરતા ગ્રંથો નથી. એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org