________________
૩૫૮
પ્રભાવક સ્થવિરો
નક્કી થયું. આઠ દિવસનો આચાર્યપદ-પ્રદાનનો ઉત્સવ ગોઠવાયો. પ. પૂ. તપગચ્છનાયક શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજના શિષ્ય પ. પૂ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યની પદવી અપાય એ માટે શ્રી કમલસૂરીશ્વરજીને સુરત પધારવા માટે વિનંતી કરવામાં આવી. તેઓ સુરત પધાર્યા અને તેમના હસ્તે મહારાજશ્રીને આચાર્યની પદવી આપવામાં આવી. આ પ્રસંગે સુરતમાં અભૂતપૂર્વ ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. એ જોવા માટે હજારો માણસો શેરીએ શેરીએ એકત્ર થયા હતા. આચાર્ય-પદવીનો કાર્યક્રમ પણ સાંગોપાંગ સરસ રીતે પાર પડ્યો હતો. એ પ્રસંગે કમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા મહારાજશ્રીએ (નૂતન આચાર્યશ્રીએ) વિશાળ જનસમુદાય સમક્ષ પ્રેરક પ્રવચનો કર્યા હતાં. વૈશાળ સુદ ૧૦, વિ. સં. ૧૯૭૪ના રોજ પંન્યાસ શ્રી આનંદસાગરજી મહારાજ આચાર્ય સાગરાનંદસૂરિ થયા. ત્યારથી સુરતના લોકોમાં “સાગરજી મહારાજ' તરીકે તેઓ વધુ ભાવભરી રીતે ઓળખાવા લાગ્યા. આચાર્યની પદવી પછી મહારાજશ્રી મુંબઈમાં ચાતુર્માસ કરી ૧૯૭૫ના ચાતુર્માસ માટે સુરત પધાર્યા હતા. એ સમયે એમણે સુરતમાં “જેનાનંદ પુસ્તકાલય'ની સ્થાપના કરાવી તથા ચાતુર્માસ પછી ઉપધાન તપ કરાવી ધર્મની સારી પ્રભાવના કરી હતી. ત્યારપછી તેમણે સુરતથી પાલિતાણાનો સંઘ કાયો હતો.
મહારાજશ્રી આચાર્ય થયા પણ તેમણે પોતે પોતાને માટે ક્યારેય સૂરિ શબ્દ પોતાના નામ સાથે લગાડ્યો નથી. તેઓ લેખ લખે, ગ્રંથ સંપાદિત કરે, કોઈને પત્ર લખે કે કોઈ લખાણમાં સહી કરે તો માત્ર “આનંદસાગર' એટલું નામ જ લખતા. તેમનામાં રહેલી આ વિનમ્રતા એમના જીવનપર્યંત એમના શિષ્યો, ભક્તોને જોવા મળી હતી. એમ કહેવાય છે કે એક વખત એમના નામની એક રજિસ્ટર્ડ ટપાલ આવી. ટપાલમાં એમનું નામ “આનંદસાગરસૂરિ લખ્યું હતું. પરંતુ મહારાજશ્રીએ “આનંદસાગર' એટલું લખીને સહી કરી. ટપાલીએ આગ્રહ રાખ્યો કે “આનંદસાગરસૂરિ’ એ પ્રમાણે જ સહી કરવી જોઈએ, નહિ તો પોતે ટપાલ નહિ આપી શકે. મહારાજશ્રીએ “સૂરિ' લખવાની ના પાડી અને ટપાલીને કહ્યું કે ઠીક લાગે તો તે ટપાલ પાછી લઈ જઈ શકે છે. છેવટે ટપાલી સમજી ગયો અને રજિસ્ટર્ડ ટપાલ મહારાજશ્રીને આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org