________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૫૯
મહારાજશ્રીના વિહાર અને ઉપદેશનું બીજું એક મોટું ક્ષેત્ર તે માળવા અને મધ્યપ્રદેશનું રહ્યું હતું. રતલામમાં સાતમી આગમવાચના આપ્યા પછી એમણે વિ. સં. ૧૯૭૭નું ચાતુર્માસ શેલાનામાં કર્યું અને ત્યારપછીનાં બે ચાતુર્માસ રતલામમાં કર્યા હતાં. મહારાજશ્રીએ ભોપાવર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તદુપરાંત અલીરાજપુર, કુક્ષી, માંડવગઢ, રાજગઢ વગેરે તીર્થોમાં એમણે સારી ધર્મભાવના કરી હતી. તેઓ અમદાવાદ, પાલિતાણા, સુરતમાં ચાતુર્માસમાં હતા ત્યારે પણ એ ક્ષેત્રો સંભાળવા માટે એમના કોઈક ને કોઈક શિષ્યો માળવામાં વિચરતા રહ્યા હતા.
માળવાના આ વિચરણ દરમિયાન મહારાજશ્રી શૈલાના નામના નગરમાં પધાર્યા હતા. ગુજરાતમાંથી કોઈ મોટા મહાત્મા પધાર્યા છે એવા સમાચાર મળતાં રાજ્યના નરેશ દિલીપસિંહજી તેમને ઉપાશ્રયે વંદન કરવા ગયા અને પોતાના રાજમહેલમાં વ્યાખ્યાન આપવા માટે પધારવા વિનંતી કરી વિનંતીનો સ્વીકાર કરી મહારાજશ્રી રાજમહેલમાં વ્યાખ્યાન આપવા પધાર્યા. મહારાજશ્રીના વ્યાખ્યાનથી તેઓ તથા અધિકારી વર્ગ બહુ પ્રભાવિત થયા. ત્યારપછી નરેશ રોજેરોજ ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા પધારવા લાગ્યા તથા અન્ય સમયે જ્ઞાનગોષ્ઠી માટે આવવા લાગ્યા હતા. તેમના હૃદયનું ખાસું પરિવર્તન થયું. મહારાજશ્રીની ભલામણથી શૈલાનાનરેશે પોતાના રાજ્યમાં અમારિ ઘોષણા” કરાવીને શિકાર વગેરે ઉપર પણ પ્રતિબંધ કરાવ્યો હતો.'
મહારાજશ્રીના વિહારને પરિણામે માલવામાં ઘણી સારી ધર્મભાવના થઈ હતી.
શૈલાના પછી રતલામમાં ચાતુર્માસ કર્યા બાદ મહારાજશ્રીએ સમેતશિખર તરફ વિહાર કર્યો. એ દિવસોમાં આ પ્રકારનો વિહાર ઘણો કઠિન હતો, કારણ કે માર્ગમાં ઘણાં ગામોમાં જેનોનાં ઘર નહોતાં. બે દાયકા પહેલાં વિજયધર્મસૂરિએ જ્યારે કાશી તરફ વિહાર કર્યો હતો ત્યારે જેવી કષ્ટભરી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ અત્યારે પણ હતી. તેમ છતાં કષ્ટ વેઠીને પણ મહારાજશ્રીએ પોતાના શિષ્યો સાથે એ દિશામાં વિહાર કર્યો હતો.
સમેતશિખર તરફ મહારાજશ્રીનું પ્રયાણ હોવાથી તેઓ ઉત્તર ભારતમાં કાનપુર, લખનૌ વગેરે સ્થળે વિહાર કરતાં કરતાં કાશીમાં આવી પહોંચ્યા હતા. મહારાજશ્રી આગમસૂત્રોના જાણકાર તથા અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાના અને સાહિત્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org