________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૬ ૧
પણ હિંદી ભાષામાં તો નહિવત્ છે. એટલે મહારાજશ્રીન સદુપદેશથી ત્યાં “શ્રી મણિવિજયજી જૈન જ્ઞાનભંડાર'ની સ્થાપના કરવામાં આવી હતી. મહારાજશ્રીની ઉપસ્થિતિથી કલકત્તામાં જૈન ધર્મનું એક નવું વાતાવરણ સરજાયું. એ દિવસોમાં જૈન સાધુઓ કલકત્તામાં જવલ્લે જ વિચરતા. શ્રી વિજયધર્મસૂરિના કલકત્તાના ચાતુર્માસ પછી પાછો એ માર્ગ લગભગ બંધ જેવો થઈ ગયો હતો. પરંતુ મહારાજશ્રીના વિચરણ પછી અને ચાતુર્માસ પછી જાણે કલકત્તાનો માર્ગ જૈન સાધુઓ માટે ખૂલી ગયો હોય એવું બન્યું.
કલકત્તાથી વિહાર કરી મહારાજશ્રી મુર્શીદાબાદ પધાર્યા અને ત્યારપછી અજીમગંજ પધાર્યા. તે સમયે અહીંના જેન શ્રીમંત નેતા રાયબહાદુર વિજયસિંહ દુઘેડિયાએ ભવ્ય સ્વાગતનું આયોજન કરાવ્યું હતું. સુરતથી આવેલા બે દીક્ષાર્થી ભાઈઓને અજીમગંજમાં ભારે દબદબા સાથે દીક્ષા આપવામાં આવી. દીક્ષાની ઘટના આ વિસ્તારમાં લોકોને સૈકાઓ પછી જોવા મળી હતી એટલે એ ઐતિહાસિક ઘટના બની ગઈ. અજીમગંજમાં લોકોનો ઉત્સાહ જોઇને અને એમના આગ્રહને માન આપી મહારાજશ્રીએ ચાતુર્માસ અજીમગંજમાં કર્યું.
બિહારથી વિહાર કરી મહારાજશ્રી રાજસ્થાન બાજુ પધાર્યા અને સાદડીમાં ચાતુર્માસ કર્યું તથા ત્યાં ઉપધાન તપની આરાધના કરાવી ત્યાંથી વિહાર કરતા તેઓ કેસરિયાજી તીર્થમાં પધાર્યા. ત્યાં આદિનાથ ભગવાન કેસરિયાનાથજીના દેરાસર ઉપર જીર્ણ થઈ ગયેલો ધજાદંડ કઢાવી નવો ધજાદંડ મુકાવ્યો. ત્યારપછી મહારાજશ્રી વિહાર કરતાં કરતાં ઉદયપુર પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. ઉદયપુરથી તેઓ અમદાવાદ ચાતુર્માસ અર્થે પધાર્યા.
મહારાજશ્રી સમેતશિખરજીથી પાછા ગુજરાતમાં પધાર્યા ત્યારે બાલદીક્ષા, દેવદ્રવ્ય વગેરે વિષયોમાં ગુજરાતમાં ઘણો વાદવિવાદ ચાલ્યો હતો. એ વખતે પોતાના વિચારોને તરત પ્રકાશિત કરવા, ઊભા કરાયેલા પ્રશ્નોના ઉત્તર આપવા માટે અને અન્ય ધાર્મિક વિષયો ઉપરના પોતાના સંશોધનાત્મક મનનીય લેખો પ્રગટ કરવા માટે એક સામયિકની જરૂર હતી. મહારાજશ્રીની પ્રેરણાથી સિદ્ધચક્ર” નામનું એક સામયિક આ અરસામાં શરૂ થયું હતું અને તે ઘણાં વર્ષ સુધી ચાલુ રહ્યું હતું.
વળી લોકોને ધર્મના માર્ગે સાચી સમજણ સાથે વાળવા માટે મંડળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org