________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૬૩
તે તીર્થયાત્રા ઉપર યાત્રિક-કર (મુંડકવેરો શબ્દ ત્યારે વધુ પ્રચલિત હતો) નાખવાનું હતું. પાલિતાણા-નરેશે એ રીતે શત્રુંજય તીર્થની યાત્રાએ આવતા યાત્રિકો ઉપર મુંડકાવેરો નાખવાનું જાહેર કર્યું. આથી જૈન સંઘોમાં ખળભળાટ મચી ગયો. આ મુંડકાવેરાને કારણે અનેક ગરીબ જેનો યાત્રા કરવાનું માંડી વાળશે એવી ભીતિ ઊભી થઈ.
એ વખતે ગામેગામના જૈન સંઘોએ આ મુંડકવેરાનો વિરોધ કર્યો. પૂ. નેમિસૂરિ વગેરે આચાર્યોએ પાલિતાણા-નરેશને સમજાવવા ઘણા પ્રયાસ કર્યા. પૂ. સાગરજી મહારાજે પણ પ્રયાસ કરી જોયા, પણ પાલિતાણા– નરેશનું હૃદય પીગળ્યું નહિ. પરિણામે પૂ. નેમિસૂરિ તથા બીજા આચાર્યોના આદેશથી લોકોએ શત્રુંજયની યાત્રાએ જવાનું બંધ કર્યું. પાલિતાણા રાજ્યની હદની બહાર, શત્રુંજયની ટૂક બરાબર કદમ્બગિરિ તીર્થ પૂ. નેમિસૂરિએ વિકસાવ્યું અને યાત્રિકોનો પ્રવાહ એ તરફ વાળ્યો. વળી આ અન્યાયી કરની સામે બ્રિટિશ અદાલતમાં કેસ માંડવામાં આવ્યો, કારણ કે દેશી રાજ્યો બ્રિટિશ શાસનને આધિન હતાં. અદાલતે ચાલીસ વર્ષથી ચાલ્યા આવતા વાર્ષિક પંદર હજાર રૂપિયાના કરની રકમ સમય અનુસાર વધારીને સાઠ હજાર રૂપિયા કરી આપી. યાત્રિકો વ્યક્તિગત કર આપે એમાં ઘણી કનડગત થઈ શકે. એટલે આ રકમ આણંદજી કલ્યાણજીની પેઢી પ્રતિવર્ષ આપે એવું ઠરાવવામાં આવ્યું. પણ પેઢી એ રકમ ક્યાંથી લાવે ? પૂ. સાગરજી મહારાજ તે વખતે અમદાવાદમાં બિરાજમાન હતા. એમણે જાહેર સભાઓમાં ઉબોધન કરી આ કાર્ય માટે મોટી રકમ લખાવવા શ્રીમંત જૈનોને ભલામણ કરી. મહારાજશ્રીના ચારિત્રનો અને એમની વાણીનો એટલો બધો પ્રભાવ હતો કે જે ચાર લાખ રૂપિયાની ટહેલ નાખવામાં આવી હતી તેને બદલે બાર લાખ રૂપિયા એકત્ર થઈ ગયા કે જેથી એના વ્યાજમાંથી પ્રતિવર્ષ યાત્રિક કર ભરાતો રહ્યો.
રાજ્ય સાથે સમાધાન થયું એટલે લોકોની યાત્રા રાજ્યની કનડગત વિના ચાલુ થઈ. ભારતને આઝાદી મળ્યા પછી આ યાત્રિક કર નીકળી ગયો હતો.
આ વર્ષ દરમિયાન મહારાજશ્રીના મુખ્ય શિષ્ય શ્રી માણિક્યસાગરજી મહારાજને અનુક્રમે ગણિપદ, પંન્યાસપદ તથા ઉપાધ્યાયપદ આપવાનો મહોત્સવ યોજાયો હતો. ત્યારપછી જામનગરમાં ચાતુર્માસ કરી મહારાજશ્રી સુરત પધાર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org