________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૫૭
પાલિતાણા, રતલામ મુકામે, વાચના સુજ્ઞ ચિત્ત ઠારી રે.'
આમ, મહારાજશ્રીએ આગમવાચનાના કાર્યક્રમો દ્વારા પોતાના જમાનામાં સાધુ ભગવંતોમાં આગમસૂત્રોના અર્થ અને રહસ્ય સમજવા માટે અને તેવા પ્રકારની સજ્જતા કેળવવા માટે ખૂબ ઉત્સાહ વધારી દીધો હતો.
મહારાજશ્રીએ આગમવાચનાના આવા કુલ સાત કાર્યક્રમો જુદે જુદે સ્થળે યોજ્યા હતા. આ આગમવાચનાઓમાં મહારાજશ્રી દશવૈકાલિકસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, આવશ્યકસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, વિશેષાવશ્યકસૂત્ર, સ્થાનાંગસૂત્ર, ઓપપાતિક સૂત્ર, આચારાંગસૂત્ર, નંદીસૂત્ર, ભગવતીસૂત્ર, ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિની વાચનાઓ આપી હતી. એમાંની કેટલીક વાચનાઓની નોંધ એમના શિષ્યો કરી લેતા હતા. એવી કેટલીક નોંધો પ્રગટ પણ થઈ છે.
આગમસૂત્રો ઉપરાંત મહારાજશ્રીએ પૂર્વાચાર્યોના પ્રશમરતિ', “જ્ઞાનસાર” વગેરે ગ્રંથો ઉપર પ્રવચનો આપ્યાં હતાં. એમનાં પ્રવચનોની નોંધના કેટલાક ગ્રંથો પણ પ્રગટ થયા છે. અલબત્ત, વ્યાખ્યાનની નોંધરૂપે એ ગ્રંથો છે. વ્યાખ્યાનની એ શૈલી અને સ્વતંત્ર ગ્રંથ-લેખનની શૈલી જુદી હોય એ તો દેખીતું છે.
સુરત મહારાજશ્રીનું એક મોટું ક્ષેત્ર બની ગયું હતું. વિ. સં. ૧૯૭૩ના ચાતુર્માસ માટે મહારાજશ્રી સુરત પધાર્યા ત્યારે મહારાજશ્રીનું સ્વાગત સુરતના સંઘોએ ભવ્ય રીતે કર્યું. સુરતના સંઘોએ વર્ષો પહેલાં મહારાજશ્રીને સુરતમાં આચાર્યની પદવી આપવામાં આવે એવી ભાવના દર્શાવી હતી. એ પ્રસ્તાવનું ફરી પુનરુચ્ચારણ કરવામાં આવ્યું. દેશકાળનો વિચાર કરતાં છેવટે મહારાજશ્રીએ એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. પરંતુ સાથે સાથે એવી શરત કરી કે સુરતના કેટલાક સંઘો વચ્ચે નાના નાના મતભેદો છે અને ઝઘડા છે તે મટી જવા જોઈએ. એ માટે બધા સંઘોના આગેવાનોની સભા બોલાવવામાં આવી અને તેમાં સૌએ સર્વાનુમતે સહર્ષ જણાવ્યું કે સુરતના સંઘો વચ્ચે હવે કોઈ બાબતમાં કુસંપ રહેશે નહિ અને સાથે સાથે હળીમળીને શાસનની શોભા વધે એ રીતે તેઓ કામ કરશે.
મહારાજશ્રીને આચાર્યની પદવી વૈશાખ સુદ દસમના રોજ આપવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org