________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
મહત્ત્વના નહોતા. ચુકાદાના સમયે પણ તેઓ તો આગમગ્રંથનું અધ્યયન કરી
રહ્યા હતા.
આ તોફાની બનાવની એક સારી બાજુ એ હતી કે અંગ્રેજ ન્યાયાધીશ મહારાજશ્રીની વિદ્વત્તાથી અને ઉત્તમ ચારિત્રથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે ચુકાદો આપ્યા પછી તેઓ મહારાજશ્રીને રોજ ઉપાશ્રયે મળવા આવતા અને એમની સાથે જ્ઞાનગોષ્ઠી કરતા. એથી લોકોમાં પણ મહારાજશ્રી પ્રત્યે ઘણો આદરભાવ વધી ગયો હતો.
અંતરીક્ષજીની યાત્રા પછી મહારાજશ્રી યવતમલ પધાર્યા અને ચાતુર્માસ ત્યાં કર્યું. ત્યારપછી તેઓ ગુજરાતમાં પધાર્યા અને સુરતમાં લોકોના આગ્રહથી ઉપરાઉપરી બે ચાતુર્માસ કર્યાં. એ ચાતુર્માસ દરમિયાન આગમગ્રંથોના મુદ્રણની યોજના આગળ વધારી, ઉપધાન તપની આરાધના પણ કરાવી અને ‘જૈન તત્ત્વબોધ પાઠશાળા'ની સ્થાપના કરાવી. સં. ૧૯૬૮માં ખંભાતમાં અને ૧૯૬૯માં છાણીમાં ચાતુર્માસ કરી તેઓ પાટણ પધાર્યા. પાટણના આ ચાતુર્માસમાં ઘણી સારી ધર્મજાગૃતિ આવી હતી. ચાતુર્માસ પછી મહારાજશ્રીની નિશ્રામાં પાટણથી ભીલડિયાજીનો છ'રી પાળતો સંઘ નીકળ્યો હતો. પાછાં ફરતાં ભોયણી તીર્થની યાત્રા સૌએ કરી હતી. એ વખતે એમની પ્રેરણાથી ‘આગમોદય સમિતિ’ની રચના કરવામાં આવી હતી. શેઠ વેણીચંદ સૂરચંદ, કુંવરજી આણંદજી કાપડિયા, જીવણચંદ સાકરચંદ ઝવેરી, હીરાલાલ બકોરદાસ વગેરે તે સમયના નામાંકિત વિદ્વાનોને આ સમિતિમાં લેવામાં આવ્યા હતા.
૩૫૫
મહારાજશ્રીના જીવનનું એક અત્યંત મહત્ત્વનું કાર્ય તે આગમવાચનાનું હતું. મહારાજશ્રીએ યુવાન વયે ઉદયપુરમાં યતિવર્ય શ્રી આલમચંદજી પાસે આગમસૂત્રોનો અભ્યાસ કર્યો. ત્યારપછી જુદાં જુદાં આગમસૂત્રોની પ્રતિઓ મેળવીને તથા તેના ઉપરની ટીકાઓની પ્રતિઓ મેળવીને તેમણે સ્વયમેવ અભ્યાસ વધાર્યો હતો. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા ઉપરનું એમનું પ્રભુત્વ અસાધારણ હતું અને આગમિક સાહિત્યનાં સંશોધન-અધ્યયનનો એમનો રસ ઉત્તરોત્તર વધુ ઉત્કટ બનતો જતો હતો. એ જમાનામાં સાધુ–સમુદાયમાં પણ અભ્યાસ પ્રમાણમાં અલ્પ હતો. આથી મહારાજશ્રીએ મથુરા, પાટલીપુત્ર અને વલભીપુરની પ્રાચીન પરિપાટીએ આગમવાચનાના કાર્યક્રમો યોજવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org