________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૫૩
જાહેર કરી હતી.
આ યોજનાની જાણ થતાં મહારાજશ્રીએ તે સામે પ્રચંડ ઝુંબેશ ઉપાડી. બંગલા થશે એટલે હોટેલો આવશે, રેલવે આવશે અને એની સાથે બીજી ઘણી ગંદકી આવશે. દારૂ, શિકાર, માંસાહાર વગેરેની બદીઓ આવશે. તીર્થભૂમિની કોઈ પવિત્રતા નહિ જળવાય. મહારાજશ્રીનાં જોરદાર વ્યાખ્યાનો બ્રિટિશ સરકાર સામે ચાલુ થયાં. મહારાજશ્રી પોતાનાં વ્યાખ્યાનમાં ઉબોધન કરતાં એમ કહેતા કે જો એક તીર્થની બાબતમાં ઢીલું મૂકવામાં આવશે તો ભવિષ્યમાં અંગ્રેજો શત્રુંજય, ગિરનાર વગેરે બીજાં તીર્થો અભડાવશે.
મહારાજશ્રીના જાહેર વિરોધની નોંધ બ્રિટિશ સરકાર દ્વારા લેવાઈ હતી. મુંબઈ સરકારના ગુપ્તચર ખાતા તરફથી ગુપ્તચરોને લાલબાગના ઉપાશ્રયમાં વ્યાખ્યાનમાં મોકલવામાં આવતા હતા. મહારાજશ્રી સરકાર વિરુદ્ધ આટલું બધું જાહેરમાં બોલે છે માટે જરૂર એમની સામે ધરપકડનું વોરંટ નીકળશે એવી ધાસ્તી લોકોને રહેતી હતી. કેટલાક સરકારી અમલદારો મહારાજશ્રી પાસે વાટાઘાટ કરવા આવ્યા હતા, પરંતુ મહારાજશ્રીએ એ બાબતમાં જરા પણ નમતું જોખ્યું ન હતું, પરંતુ ધર્મના ક્ષેત્રમાં પોતે હસ્તક્ષેપ નહિ કરે એવા બ્રિટિશ સરકારે આપેલા જાહેર વચનની યાદ દેવરાવી હતી.
શિખરજી અંગે જૈનોના અતિશય ઉગ્ર વિરોધની વાત ઠેઠ દિલ્હીના વાઇસરૉય સુધી પહોંચી હતી. છેવટે એક દિવસે સરકારે જાહેરાત કરી કે શિખરજીના ડુંગર ઉપર બંગલા બાંધવાની યોજના સરકારે પડતી મૂકી છે.
મહારાજશ્રીની વાણીનો, તીર્થની સુરક્ષા માટેની લાગણીનો આ વિજય હતો. ત્યારપછી મહારાજશ્રીની ભલામણથી આણંદજી કલ્યાણજીની પેઢીએ શિખરજીના આખા ડુંગરની જમીન ખરીદી લીધી કે જેથી ભવિષ્યમાં પણ આવી કોઈ દરખાસ્ત કરવાનો પ્રશ્ન જ ન રહે.
વિ. સં. ૧૯૬૪ના મુંબઈમાં લાલબાગના ચાતુર્માસ દરમિયાન બીજો એક મહત્ત્વનો નિર્ણય લેવાયો અને તે અંતરીક્ષજી તીર્થની યાત્રા માટે છરી પાળતો સંઘ કાઢવાનો. મુંબઈમાં વસતા સુરતના ઝવેરી અભયચંદ સ્વરૂપચંદની આ સંઘના સંઘપતિ બનવાનો લાભ પોતાને મળે એવી વિનંતી મહારાજશ્રીએ માન્ય રાખી. ચાતુર્માસ પછી સં. ૧૯૬૫માં પાદવિહાર કરતો, ઉલ્લાસપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org