________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
સવારે સંઘ સાથે નીકળી સુરતનાં દેરાસરોની ચૈત્યપરિપાટી કરવી અને પછી અગાઉથી જાહેર કરેલા કોઈ પણ એક વિસ્તારના ઉપાશ્રયે વ્યાખ્યાન આપવું. એમ કરવાથી સુરતના બધા જ વિસ્તારોને વારાફરતી લાભ મળવા લાગ્યો. આથી સમગ્ર શહેરમાં એક અભૂતપૂર્વ એવું ધર્મનું વાતાવરણ સર્જાયું.
આ ચાતુર્માસ દરમિયાન એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના બની હતી. મહારાજશ્રીનો સ્વાધ્યાયનો પ્રિય વિષય તે આગમિક સાહિત્યનો હતો. એ વિશે ખૂબ મનન—ચિંતન કરતાં તેમને જણાયું કે જૈનોએ આગમગ્રંથો હવે છપાવવા જોઇએ. અત્યાર સુધી આગમની હસ્તલિખિત પ્રતિ લહિયા પાસે લખાવાતી. ઘણી મહેનત પછી અને ઘણા લાંબા સમયે એક પ્રત તૈયાર થતી અને તે ઘણી મોંઘી પડતી. વળી મુદ્રણકળાના પ્રચાર પછી લહિયાનું કામ કરનારા મળતા નહિ એટલે આગમગ્રંથો જો છપાવવામાં આવે તો એકસાથે ઘણી નકલ છપાય અને ઘણાંને જ્ઞાનનો લાભ મળે. મુદ્રણ કરતાં હસ્તલેખન સારું અને લેખન કરતાં સ્મૃતિ સારી, પરંતુ સ્મૃતિદોષ વધવાને કારણે જેમ ક્ષમાશ્રમણ દેવદ્ધિગણિએ સ્મૃતિ-પરંપરાથી ચાલ્યા આવતા આગમગ્રંથોને લિપિબદ્ધ કરવાનું ક્રાંતિકારી પગલું શાસનના હિતને લક્ષમાં રાખી ભર્યું હતું, તેમ હવે હસ્તપ્રતોના લેખનકાર્યમાં રહેલી મર્યાદાઓને લક્ષમાં રાખી આગમગ્રંથો મુદ્રિત કરાવવાનું ક્રાંતિકારી પગલું પૂ. આનંદસાગરજીએ (સાગરજી મહારાજે) ભર્યું.
૩૫૧
મહારાજશ્રીએ એક ચૈત્યપરિપાટી પછી વ્યાખ્યાનમાં સમજાવ્યું કે, ‘જેમ મોક્ષમાર્ગ માટે જિનબિંબ આલંબનરૂપ છે, તેમ જિનાગમ પણ આલંબનરૂપ છે. માટે જિનાગમોનાં રક્ષણ, પોષણ, સંવર્ધન માટે યોજનાઓ હવે નવી દૃષ્ટિથી થવી જોઈએ. એ માટે આર્થિક સહયોગની પણ સારી અપેક્ષા રહે.’
આ વ્યાખ્યાનનો એટલો બધો પ્રભાવ પડ્યો કે વ્યાખ્યાનને અંતે એક શ્રેષ્ઠી શ્રી ગુલાબચંદ ઝવેરીએ ઊભા થઈ જાહેરાત કરી કે ગુરુ ભગવંતની આ યોજના માટે તેઓ પોતાના વડીલની સ્મૃતિમાં એક લાખ રૂપિયાનું દાન જાહેર કરે છે. જે દિવસોમાં એક હજારની રકમ પણ ઘણી જ મોટી ગણાતી એ દિવસોમાં એક લાખ રૂપિયાની રકમની વાત તરત માન્યામાં ન આવે એવી, આશ્ચર્યકારક લાગે એવી હતી. એ દાનની રકમ સાથે ‘શેઠ દેવચંદ લાલભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org