________________
૩૫૪
પ્રભાવક સ્થવિરો
આગળ વધતો સંઘ અંતરીક્ષજી પહોંચવા આવ્યો. સંઘમાં રોજેરોજ જિનપ્રતિમાની પૂજા માટે એક રથમાં પ્રતિમાજીને પણ સાથે સાથે રાખવામાં આવતાં હોય છે. અંતરીક્ષજીના ગામમાં વાજતે-ગાજતે પ્રવેશ કરી જ્યારે પ્રતિમાજી દેરાસરમાં લઈ જવામાં આવ્યાં ત્યારે ત્યાં વસતા અન્ય સંપ્રદાયના કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો. એથી વાદવિવાદ થયો. ઝઘડો ઉગ્ર બન્યો. કેટલાક અજાણ્યા માણસોએ આવીને મારામારી ચાલુ કરી. મોટી મારામારી થઈ. કેટલાકને વાગ્યું. કેટલાક બેભાન થયા. મહારાજશ્રીને પણ મૂઢ માર વાગ્યો. અહિંસક તરીકે ઓળખાતા જેનોના હાથે હિંસાનો ઉત્પાત મચી ગયો.
થોડી વારમાં પોલીસ આવી પહોંચી. કેટલાકની ધરપકડ થઈ. અદાલતમાં ખટલો ચાલ્યો. મહારાજશ્રીએ આ તોફાન કરાવ્યું છે એવો આક્ષેપ અન્ય પક્ષ તરફથી થયો. એથી મહારાજશ્રીને પણ અદાલતમાં જવું પડ્યું. આ સમાચાર તાર દ્વારા મળતાં વિજયનેમિસૂરિએ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અગ્રણીઓને તથા બાહોશ વકીલોને તરત અંતરીક્ષજી મોકલ્યા. સામા પક્ષ તરફથી પણ કાબેલ વકીલો રોકવામાં આવ્યા. બ્રિટિશ ન્યાયાધીશ હતા. મહારાજશ્રીએ પોતાના વકીલોને સ્પષ્ટ જણાવી દીધું કે એમના પક્ષ તરફથી જરા પણ જૂઠી રજૂઆત કરવી નહિ અને કોર્ટમાં આવવાનું હશે તો પોતે અંશ માત્ર પણ અસત્ય બોલશે નહિ. ન્યાયાધીશે મહારાજશ્રીને વિનંતી કરી કે પોતાને મારનાર ગુનેગારોને તેઓ ઓળખી બતાવે. મહારાજશ્રી કહ્યું કે, પોતાના ઉપર હુમલા પાછળથી થયા છે એટલે કોઈનું મોટું જોવા મળ્યું નથી. વળી પોતાને મારનારને કંઈ પણ સજા થાય એવું પોતે ઇચ્છતા નથી એટલું જ નહિ, તેઓ તેમને માફી આપવા ચાહે છે. મહારાજશ્રીના આ વલણની અંગ્રેજ ન્યાયાધીશ પર ઘણી સારી છાપ પડી. બીજી બાજુ અન્ય સમુદાયના વકીલો અને બીજા પ્રચારકો તરફથી એવી વાત વહેતી થઈ કે મહારાજશ્રીને સાત વર્ષની કેદની સજા થવાની છે. પરંતુ મહારાજશ્રી તદ્દન સ્વસ્થ અને શાંત રહ્યા હતા. તેઓ અંતરીક્ષમાં પોતાના સ્વાધ્યાયમાં જ નિમગ્ન રહેતા. જે દિવસે અદાલતનો ચુકાદો આવવાનો હતો તે દિવસે પણ શો ચુકાદો આવશે એવું જાણવાની જરા સરખી ઉત્સુકતા પણ એમણે દર્શાવી નહોતી. ચુકાદો આવ્યો. કોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા. આ સમાચાર પમ મહારાજશ્રી માટે બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org