________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
३४४
લોકોનું આકર્ષણ એટલું બધું હતું કે સતત ત્રણ ચાતુર્માસ એમને અમદાવાદમાં કરવાં પડ્યાં. વિ. સં. ૧૯૫૬માં ગુજરાતમાં અને ગુજરાત બહાર ભયંકર દુકાળ પડ્યો હતો. છપ્પનિયા દુકાળ તરીકે એ જાણીતો થયો હતો. મહારાજશ્રીએ “દુકાળ રાહતનિધિ'ની સ્થાપના કરાવી હતી. એમની પ્રેરણાથી લોકોએ સારું ધન આપ્યું અને રાહત નિધિ દ્વારા લોકસેવાનું મહત્ત્વનું કાર્ય કરાવ્યું હતું. ત્યારપછી વિ. સં. ૧૯૫૯નું ચાતુર્માસ એમણે ભાવનગરમાં કર્યું. હવે એમનો શિષ્યસમુદાય પણ વધતો ગયો હતો. એમના મુખ્ય શિષ્યોમાં મુનિ માણિક્યસાગર હતા. અમદાવાદના સંઘોની ભક્તિ એટલી પ્રબળ હતી કે તેઓએ મહારાજશ્રીને વિ. સં. ૧૯૬૦નું ચાતુર્માસ અમદાવાદમાં કરવા માટે આગ્રહભરી વિનંતી કરી. મહારાજશ્રીને એ સ્વીકારવી પડી.
મહારાજશ્રી અમદાવાદ પધાર્યા એટલે સંઘના આગેવાનોએ દરખાસ્ત મૂકી કે મહારાજશ્રીને અમદાવાદમાં ગણિ પંન્યાસની પદવી આપવામાં આવે. પરંતુ મહારાજશ્રીએ એનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો કારણ કે એમણે ભગવતીજીના યોગવહન કર્યા નહોતા. પરંતુ સંઘોના અત્યંત આગ્રહને વશ થઈ એમણે પંન્યાસની પદવી, યોગવહન પછી સ્વીકારવાની સંમતિ આપી. મહારાજશ્રી ત્યારપછી વળા–વલભીપુર જઈને ત્યાં પંન્યાસ શ્રી નેમિવિજયજી પાસે વિધિપૂર્વક ભગવતીજીના યોગ, આયંબિલ અને નીવીની તપશ્ચર્યા સાથે, ચાલુ કર્યા. એમની સાથે મુનિશ્રી પ્રેમવિજયજી તથા મુનિશ્રી સુમતિવિજયજીએ પણ વિધિપૂર્વક યોગ કર્યા. યોગ પૂરા થતાં અમદાવાદના સંઘે આવીને વિનંતી કરી કે ત્રણે મુનિઓને ગણિ–પંન્યાસની પદવી પંન્યાસ નેમિવિજયજીના હસ્તે અમદાવાદમાં આપવામાં આવે. એ વિનંતીનો સ્વીકાર કરી તેઓ સર્વે વિહાર કરી અમદાવાદ પધાર્યા અને તેઓ ત્રણેને વિ. સં. ૧૯૬૦માં પંન્યાસ નેમિવિજયજીએ ગણિ–પંન્યાસની પદવી આપી. બહુ ધામધૂમપૂર્વક અમદાવાદે આ ઉત્સવ ઊજવ્યો હતો.
પંન્યાસ શ્રી આનંદસાગરજીએ વિ. સં. ૧૯૬૦નું ચાતુર્માસ પં. નેમિવિજયજી તથા પોતાના સંસારી વડીલબંધુ પંન્યાસ શ્રી મણિવિજયજી સાથે અમદાવાદમાં કર્યું. પંન્યાસ નેમિવિજયજીની જેમ મહારાજશ્રી આનંદસાગરજીની વાણીએ પણ અમદાવાદની જનતાને ઘેલી કરી હતી. અમદાવાદથી જ્યારે તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org