________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
૩૪૭
દીકરાઓ સંયમના માર્ગે ગયા છે. હું અભાગી હજુ સંસારમાંથી નીકળી શક્યો નથી. હે પ્રભુ! મારે હવે કપડવંજ પાછા જવું નથી. મને વહેલી તકે દીક્ષા અપાવો.”
મગનભાઈની આર્જવભરી પ્રાર્થના જાણે ફળી હોય તેમ યાત્રા કરીને પાછા ફરતાં માર્ગમાં પૂજ્ય શ્રી પ્રતાપવિજયજી નામના એક સાધુ ભગવંતનો યોગ થઈ ગયો. એમની આગળ દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો. મગનભાઈની ઉમર પાકટ હતી, પરંતુ એમની ભાવના ઉત્કટ હતી. એમની યોગ્યતા જાણીને પૂજ્યશ્રી પ્રતાપવિજયજી મહારાજે એમને, કશી ધામધૂમ વિના, સંવત ૧૯૫૧માં દીક્ષા આપી. મગનભાઈ હવે મુનિ જીવવિજયજી બન્યા. પોતાના ગુરુ મહારાજ સાથે મુનિ જીવવિજયજી વિહાર કરવા લાગ્યા. થોડાક વખત પછી એમના દીક્ષાના સમાચાર એમના પરિવારને મળ્યા. આ પરિણામ તેઓએ ધાર્યું જ હતું, કારણ કે યાત્રા કરવામાં આટલા બધા દિવસ લાગે નહિ. વિહાર કરતાં કરતાં મુનિ જીવવિજયજી પેટલાદ નગરમાં પધાર્યા. મુનિ આનંદસાગર ગુજરાતમાં પાછા ફર્યા ત્યારે જાણ્યું કે મુનિ જીવવિજયજી પેટલાદમાં છે તથા વડીલબંધુ મણિવિજયજી પણ પેટલાદમાં છે. એટલે મુનિ આનંદસાગર ત્યાં પધાર્યા. પિતા-પુત્રનું–મુનિ જીવવિજયજી અને મુનિ આનંદસાગરજીનું મિલન સાધુવેશમાં પેટલાદમાં થયું. પરસ્પર આનંદ અને ધન્યતા અનુભવી. પિતા અને એમના બંને પુત્રો-ત્રણેય સાધુવેશમાં સાથે મળ્યા એથી તેઓને અપાર હર્ષ થયો.
ઉંમરને કારણે જીવવિજયજીનું સ્વાથ્ય સારું રહેતું નહોતું. ઔષધોપચાર ચાલતા હતા. છતાં નિરતિચાર સંયમપાલનમાં તેઓ દઢ હતા. એમની માંદગી ઉત્તરોત્તર વધતી ગઈ. બીજા વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન તેઓ સંવત ૧૯૫૨ના અષાઢ સુદ બીજને દિવસે કાળધર્મ પામ્યા. તેઓ પોતાના જીવનને સાર્થક બનાવી ગયા. મુનિ આનંદસાગરે પોતાના સંસારી પિતા મુનિ જીવવિજયજીને અંતિમ આરાધના સારી રીતે કરાવી હતી.
આગમસૂત્રોના ઊંડા અભ્યાસ દ્વારા મહારાજશ્રીએ જાણ્યું કે સંવત્સરી પર્વની ઉજવણી જે રીતે થવી જોઈએ તે રીતે થતી નથી, કારણ કે જ્ઞાની સાધુ મહાત્માઓ અલ્પ સંખ્યામાં રહ્યા હતા. વળી સંવત્સરી પર્વની તિથિ અંગે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org