________________
૩૩૪
પ્રભાવક સ્થવિરો
શિક્ષાદિગ્દર્શન', “પુરુષાર્થ દિગ્દર્શન', “આત્મોન્નતિ દિગ્દર્શન', “ઈન્દ્રિયપરાજય દિગ્દર્શન', “બ્રહ્મચર્ય દિગ્દર્શન', “પ્રાચીન લેખનસંગ્રહ”, “પ્રશ્નોત્તરસંગ્રહ',
ધર્મપ્રવચન' વગેરે ગ્રંથો પ્રકાશિત કર્યા છે. એમાં એમણે જૈન ધર્મના વિવિધ વિષયોની વિચારણા કરી છે. મહારાજશ્રી ઘણો સમય ઉત્તર ભારતમાં રહ્યા હતા અને હિંદી ભાષા ઉપર એમનું ઘણું પ્રભુત્વ હતું. એટલે તેમના ઘણાખરા ગ્રંથો હિંદી ભાષામાં લખાયેલા હતા. “'અહિંસાદિગ્દર્શન'ની તો હજારો નકલ ખપી ગઈ હતી અને એનો બંગાળીમાં પણ અનુવાદ પ્રગટ થયો હતો અને અનુવાદની પણ હજારો નકલ પ્રગટ થઈ હતી.
મહારાજશ્રી “દેવકુલ પાટક' નામનો ઐતિહાસિક સંશોધનનો એક ગ્રંથ પણ પ્રગટ કર્યો હતો. ઉદયપુર પાસે દેલવાડા નામના ગામમાં પ્રાચીન જૈન મંદિરોમાંથી મળેલા શિલાલેખો વિશે આ સંશોધનાત્મક ગ્રંથમાં વિચારણા કરવામાં આવી છે.
મહારાજશ્રીનું શિષ્યવૃંદ પણ એટલું જ વિદ્વાન હતું. ઇન્દ્રવિજયજી, મંગલવિજયજી, ભક્તિવિજયજી, વિદ્યાવિજયજી, ચંદ્રવિજયજી, જયંત-વિજયજી, વિશાળવિજયજી, ન્યાયવિજયજી, હિમાંશવિજયજી વગેરેએ પોતાના ગુરુની જ્ઞાન-પરંપરાને યથાશક્તિ શોભાવી છે. તેઓએ શિવપુરીમાં સિંધિયા રાજાના સહકારથી મહારાજશ્રીના સ્મારકની સ્થાપના કરી અને એક વિદ્યાધામ ત્યાં વિકસાવ્યું હતું.
મહારાજશ્રીના શિષ્યો તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સાહિત્ય, ન્યાય, જ્યોતિષ, મંત્રતંત્ર જેવા જુદા જુદા વિષયોમાં પારંગત હતા. તેઓએ પરસ્પર સહકારથી અને ગ્વાલિયરના મહારાજા તથા મહારાજશ્રીના શ્રીમંત ભક્તોના આર્થિક સહકારથી શિવપુરીમાં શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ નામની સંસ્થાને ઘણી વિકસાવી અને કેટલાયે નામાંકિત જેન વિદ્વાનો, પંડિતોને ત્યાં તૈયાર કર્યા. એ દૃષ્ટિએ એ જમાનામાં શિવપુરીની આ સંસ્થાનું યોગદાન ઘણું મોટું રહ્યું
હતું.
શ્રી વિજયધર્મસૂરિનું જીવન ઘણી રોમાંચક અને રોમહર્ષણ ઘટનાઓથી સભર છે. જાહેર વ્યાખ્યાનોની એમની પ્રવૃત્તિ, દેવદ્રવ્ય વિશેના વિચારો ઈત્યાદિને કારણે ક્યારેક વિવાદ પણ સર્જાયા હતા. પરંતુ તેઓ ક્યારેય તેથી પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org