________________
૩૪૨
પ્રભાવક સ્થવિરો
હેમચંદ્રને હવે સત્તર વર્ષ પૂરાં થયાં હતાં. હવે એમને બાલદીક્ષાનો કાયદો લાગુ પડે એમ નહોતો. હવે દીક્ષા લેતાં એમને કોઈ રોકી શકે એમ નહોતું. હેમચંદ્રની દીક્ષા લેવાની ભાવનાને એમના પિતાનું પૂરેપૂરું સમર્થન હતું. તે રાત્રે હેમચંદ્ર “જંબુસ્વામી રાસ” વાંચ્યો. જંબુકમારે પણ, માતા-પિતાની લાગણીને માન આપીને લગ્ન કર્યા પછી દીક્ષા લીધી હતી. રાસ વાંચવાથી હેમચંદ્રની દીક્ષાની ભાવના વધુ સુદઢ બની.
પિતા સોની પાસે કંઠી કરાવી કપડવંજ પાછા જાય અને હેમચંદ્ર ઝવેરસાગરજી મહારાજ જ્યાં વિચરતા હોય ત્યાં પહોંચી દીક્ષા અંગીકાર કરે એવી ગોઠવણ પિતા-પુત્રે પરસ્પર વિચારીને કરી.
અમદાવાદમાં પિતા-પુત્ર છૂટા પડ્યા. પિતા કપડવંજ પાછા ફર્યા. પુત્ર હેમચંદ્ર ગુરુમહારાજ ક્યાં વિચરી રહ્યા છે તેની ભાળ મેળવવા નીકળી પડ્યા. વિહાર કરતાં કરતાં શ્રી ઝવેરસાગરજી લીંબડી પહોંચ્યા હતા. ત્યાં હેમચંદ્ર પહોંચી ગયા. ફરી દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો. હવે તેઓ પુખ્ત ઉમરના થયા હતા એટલે દીક્ષા લેવામાં કાયદાની દૃષ્ટિએ બાધ આવે એમ ન હતો. વિ. સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમને દિવસે વસંતપંચમીના દિવસે હેમચંદ્રને દીક્ષા આપવામાં આવી. હવે એમનું નામ રાખવામાં આવ્યું મુનિ આનંદસાગર.
અમદાવાદ ઘરેણાં કરાવવા પિતા-પુત્ર મગનભાઈ અને હેમચંદ્ર બંને ગયા હતા, પરંતુ પાછા ફર્યા એકલા મગનભાઈ. તેઓ ઘરે આવ્યા ત્યારે દીકરો ક્યાં છે ? ક્યાં ગયો ? કેમ ગયો ? કેમ જવા દીધો ? વગેરે રોષભર્યા પ્રશ્નોની ઝડી એમને માથે વરસી, પત્ની, પુત્રવધૂએ, વેવાઇએ, સગાંસંબંધીઓએ મગનભાઈની બહુ આકરી ટીકા કરી. મગનભાઈએ મૂંગે મોઢે નમ્રતાપૂર્વક એ બધું સહન કરી લીધું. હેમચંદ્રને દીક્ષા અપાવવા મગનભાઈ સમજણપૂર્વક સાથે ગયા નહોતા. પરંતુ એમને ખાતરી હતી કે થોડા દિવસમાં હેમચંદ્ર દીક્ષા લેશે અને દીક્ષાના સમાચાર મોડા-વહેલા ગામમાં આવી પહોંચશે. થયું પણ એ જ પ્રમાણે. હેમચંદ્રની દીક્ષાના સમાચાર આવ્યા. તેઓ લીંબડીમાં છે એ પણ જાણવા મળ્યું. લીંબડીમાં બીજું રાજ્ય હતું. ત્યાંના કાયદા જુદા હતા. વળી હવે હેમચંદ્રની ઉંમર સત્તર વર્ષની થઈ હતી એટલે બાલદીક્ષાનો કાયદો એમને લાગુ પડતો નહોતો. આથી હવે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે સ્વજનોએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org