________________
પ્રભાવક સ્થવિરો
એમણે ઉદયપુરમાં કર્યું અને યતિશ્રી આલમચંદજી પાસે એમણે અભ્યાસ ચાલુ કર્યો. યતિશ્રીએ બહુ જ ઉમળકાથી મહારાજશ્રીને શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. આ ઊંડા અભ્યાસને કારણે જ, યૌવનમાં પ્રવેશતાં જ મહારાજશ્રીની વિદ્વદ્ પ્રતિભા ખીલી ઊઠી. એમની સાથે સાથે એમની વ્યાકરણ આપવાની શક્તિ પણ વિકસવા લાગી.
યતિશ્રી પાસે અભ્યાસ કરી મહારાજશ્રી મારવાડમાં ગ્રામાનુગ્રામ એકલા વિચરવા લાગ્યા. એમની સાથે બીજા કોઈ સાધુ નહોતા.
યતિશ્રીએ કરાવેલા અભ્યાસથી મહારાજશ્રી સ્વયં આગમસૂત્રો વાંચી સમજી શકવા લાગ્યા. યતિશ્રીએ કરાવેલાં આગમસૂત્રો ઉપરાંત અન્ય આગમસૂત્રો અને ટીકા, ભાષ્ય, ચૂર્ણિ વગેરે પ્રકારનું સાહિત્ય વાંચવાની એમની ઉત્કંઠા ઘણી વધી ગઈ. પરંતુ એ દિવસોમાં એવા જ્ઞાની મહાત્માઓ ખાસ નહોતા કે જેમની પાસે વિધિસરની વાચના લઈ અભ્યાસ કરી શકાય. એક દિવસ મારવાડના એક ગામમાં મહારાજશ્રી આગમોના અભ્યાસની ચિંતામાં હતા ત્યારે મોડી રાત સુધી તેમને નિદ્રા આવી નહિ. પછી જ્યારે નિદ્રા આવી ત્યારે સ્વપ્નમાં કોઈ ગુરુભગવંતનાં દર્શન થયાં. એમણે કહ્યું, ‘મુનિ આનંદસાગર ! પૂર્વભવમાં તમે શ્રુતધર હતા. માટે તમે સ્વયં વાચના લઈ શકો છો. આગમસૂત્રોની વાચના આપી શકે એવા જ્ઞાની ગુરુ હાલમાં કોઈ છે નહિ. માટે તમારે જે આગમસૂત્રની વાચના લેવી હોય તે ઊંચા બાજોઠ ઉપર મૂકી વિધિસર વંદન કરી, એની આજ્ઞા લઈ તમે યોગોદ્વહન સાથે અભ્યાસ કરો. તમારાં જ્ઞાનનાં આવરણો આપોઆપ હટી જશે.'
૩૪૪
બીજે દિવસે મહારાજશ્રીએ આયંબિલ કરવા સાથે શ્રી હરિભદ્રસૂરિની વૃત્તિવાળી દશવૈકાલિકસૂત્રની હસ્તપ્રત બાજોઠ ઉપર પધરાવી વિનયપૂર્વક એને વંદન કરી, એની આજ્ઞા લઈ અભ્યાસ ચાલુ કર્યો. જાણે બધું તરત સમજાઈ જતું હોય, નવો અર્થપ્રકાશ થતો હોય એવો મહારાજશ્રીને અનુભવ થયો. એથી મહારાજશ્રીનો આત્મવિશ્વાસ વધી ગયો અને ઉત્તરોત્તર તેઓ વધુ ને વધુ ગ્રંથોનો અભ્યાસ કરવા લાગ્યા.
ઉદયપુરમાં યતિવર્ય શ્રી આલમચંદજી મહારાજશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરીને મહારાજશ્રી રાજસ્થાન તરફ વિહારમાં હતા તે દરમિયાન પાલીનગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org