________________
શ્રી આનંદસાગરસૂરિ મહારાજ
એ બાબતમાં પોતાના હાથ ધોઈ નાખ્યા. અંતે જે થવાનું હતું તે થયું. તેઓએ મન મનાવી લીધું. ક્રમે ક્રમે વાતાવરણ શાન્ત બની ગયું.
મુનિ આનંદસાગરજીએ પોતાના ગુરુમહારાજ પૂ. ઝવે૨સાગરજી મહારાજ સાથે પ્રથમ ચાતુર્માસ લીંબડીમાં કર્યું. શિષ્યની તેજસ્વિતા અને જ્ઞાન માટે ભૂખ જોતાં ગુરુમહારાજને લાગ્યું કે એમના વિદ્યાભ્યાસ માટે સરખી વ્યવસ્થા કરવી જોઈએ. એ દિવસોમાં પંડિતોની અને ગ્રંથોની વ્યવસ્થા કરવાનું કાર્ય એટલું સુલભ કે સરળ નહોતું. સંસ્કૃત ભાષા શીખવવા માટે સારા વ્યાકરણની પ્રથમ જરૂર પડે છે. તે વખતે ‘સિદ્ધાન્ત ચન્દ્રિકા' નામનું વ્યાકરણ ગુજરાતમાં જાણીતું હતું. પરંતુ એની પોથી જલદી મળે એવી નહોતી. મુદ્રિત ગ્રંથોના જમાનાની હજુ શરૂઆત હતી. તેમાં પણ સંસ્કૃત ગ્રંથો જલદી મળતા નહિ. ગુરુમહારાજ બધે તપાસ કરાવતા રહ્યા. એમ કરતાં મહિનાઓ નીકળી ગયા, પરંતુ વ્યાકરણની પોથી મળી નહિ. છેવટે છ મહિને એ ગ્રંથ મળ્યો. ગ્રંથ હાથમાં આવતાં જ મુનિશ્રી એના અભ્યાસમાં લાગી ગયા. ગુરુમહારાજ પાસે તથા પંડિત પાસે બેસીને એમણે ત્રણ મહિનામાં વ્યાકરણનો એ ગ્રંથ અર્થસહિત સંપૂર્ણપણે કંઠસ્થ કરી લીધો.
એ જમાનામાં સાધુઓની સંખ્યા અલ્પ હતી. મુનિ આનંદસાગર પોતાના ગુરુમહારાજ સાથે વિહાર કરતા હતા. એવામાં અવસ્થાને કારણે ગુરુમહારાજ માંદા પડ્યા અને થોડા દિવસોમાં તો કાળધર્મ પામ્યા. ગુરુ- ભગવંતનું છત્ર ચાલ્યું જતાં આનંદસાગર મહારાજશ્રી ગમગીન બની ગયા. માત્ર નવ મહિનાના પોતાના દીક્ષાપર્યાયમાં જ આ ઘટના બની હતી, તો પણ ક્રમે ક્રમે સ્વસ્થ બની તેઓ સ્વાધ્યાય અને તપમાં લીન બનવા લાગ્યા.
૩૪૩
ત્યારપછી સંવત ૧૯૪૮નું ચાતુર્માસ એમણે અમદાવાદમાં શાહપુરમાં કર્યું. સંસ્કૃત વ્યાકરણ આવડી જવાને લીધે એમની અભ્યાસની ભૂખ વધી ગઈ હતી, પરંતુ ગુજરાતમાં એવી સગવડ ત્યારે નહોતી. દરમિયાન તેમણે જાણ્યું કે ઉદયપુરમાં એક યતિવર્ય શ્રી આલમચંદજી શાસ્ત્રોના સારા જાણકાર છે અને ગૃહસ્થો તથા વિશેષતઃ સાધુઓને બહુ ઉત્સાહથી નિઃસ્વાર્થભાવે અભ્યાસ કરાવે છે. એટલે મહારાજશ્રીને ઉદયપુર જવાની ઈચ્છા થઈ. અમદાવાદના ચાતુર્માસ પછી એમણે ઉદયપુર તરફ વિહાર કર્યો. સંવત ૧૯૪૯નું ચાતુર્માસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org