________________
૩૪૦
પ્રભાવક સ્થવિરો
ક્યાંક પગે ચાલતાં ચાલતાં અને ક્યાંક બળદગાડામાં બેસીને હેમચંદ્ર આઠ દિવસે કાઠિયાવાડમાં લીંબડી ગામે પહોંચી ગયા. ત્યાં શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી. ગુરુમહારાજે એમનું નામ મુનિ હેમચંદ્ર રાખ્યું. વિ. સં. ૧૯૪૬નું એ વર્ષ હતું. હેમચંદ્રની ઉંમર ત્યારે સોળ વર્ષની હતી.
ઘરેથી ભાગી જઈને જરૂર હેમચંદ્ર દીક્ષા લીધી હશે એવું અનુમાન સ્વજનોએ અને ગામના લોકોએ કર્યું, પરંતુ તે ક્યાં હશે તેની તાત્કાલિક કંઈ ભાળ મલી નહિ. મુનિ હેમચંદ્ર સ્વાધ્યાય અને તપશ્ચર્યામાં લાગી ગયા. જ્ઞાન માટેની એમની ભૂખ મોટી હતી.
લીંબડીથી વિહાર કરતાં કરતાં ગુરુમહારાજ મુનિ હેમચંદ્ર સાથે અમદાવાદ પધાર્યા. નવદીક્ષિત બાલમુનિ કોણ છે ? ક્યાંના છે ? વગેરે જે વાતો થતી તે પ્રસરતી પ્રસરતી કપડવંજ સુધી પહોંચી ગઈ. પિતા ઉદાસીન હતા; પણ હેમચંદ્રજીનાં સાસુ-સસરાએ ઊહાપોહ ઘણો મચાવ્યો. પોતાની દીકરીનો ભવ બગાડનારને ઠેકાણે આણવો જોઈએ એવો એમનો રોષ પ્રજ્વલી ઊઠ્યો. કાયદો તેમના પક્ષે હતો, કારણ કે બાલદીક્ષાનો રાજ્યમાં પ્રતિબંધ હતો. તેઓએ પોલીસમાં ફરિયાદ કરી, મુનિ હેમચંદ્રની ધરપકડનું વોરંટ નીકળ્યું. ન્યાયાલયમાં એમને ખડા કરવામાં આવ્યા. ‘તમે બાલદીક્ષિત છો, વળી તમે પરણેલા છો. તમારે માથે પત્નીના ભરણપોષણની જવાબદારી છે. માટે ગૃહસ્થનાં કપડાં પહેરી ઘરે પહોંચી જાવ.' ન્યાયાધીશે ચુકાદો આપ્યો. મુનિ હેમચંદ્ર ઘણી દલીલ કરી. ઘરે જવા આનાકાની કરી પણ કાયદા આગળ તેઓ લાચાર હતા.
છેવટે મુનિ હેમચંદ્રને ઘરે જવું પડ્યું. ગૃહસ્થ વેશ ધારણ કરવો પડ્યો. ઘરની સો રાજી થયાં. એક માત્ર પિતાજી રાજી થયા નહોતા. પરંતુ તેઓ કશું બોલ્યા નહિ.
સમય પસાર થવા લાગ્યો. માતાને, પત્નીને, સાસુ-સસરાને લાગ્યું કે હેમચંદ્રની નાની ઉંમરમાં છોકરમત થઈ ગઈ છે. પરંતુ હવે એકાદ-બે વર્ષ મોટા થશે એટલે યૌવનના રંગરાગમાં પડી જશે અને પોતે દીક્ષા લીધી હતી એવી વાત પણ ભૂલી જશે. તેઓને થોડા દિવસમાં જ આ પરિવર્તન દેખાવા લાગ્યું. હેમચંદ્ર સામાયિક-પ્રતિક્રમણ છોડી દીધાં. દેરાસરે પૂજા કરવા માટે જવાનું અનિયમિત બની ગયું. સરસ કપડાં પહેરીને તેઓ ફરવા લાગ્યા. પત્નીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org