________________
૩૩૮
પ્રભાવક સ્થવિરો
એ જમાનો બાળલગ્નનો હતો. હેમચંદ્ર બારેક વર્ષના થયા ત્યાં એમનાં લગ્નની વાત ઘરમાં ચાલુ થઈ. ચૌદ વર્ષના મોટાભાઈનાં તો લગ્ન થઈ ચૂક્યાં હતાં. ઘર શ્રીમંત હોય, છોકરો હોશિયાર હોય એટલે ઘણાં માગાં આવે. હેમચંદ્ર માટે પણ ઘણાં માગાં આવવા લાગ્યાં. માતા એથી હરખાતી દીકરા હેમચંદ્રનાં જલદી લગ્ન કરવા માટે માતાએ હઠ લીધી. હેમચંદ્ર પિતાજી આગળ પોતાની વાત કરતાં દઢતાપૂર્વક કહ્યું, “મારે લગ્ન નથી કરવાં. મારે દીક્ષા લેવી છે.” પણ એમની વાત કોણ માને ? માણેક નામની કન્યા સાથે એમની સગાઈ થઈ ગઈ. હેમચંદ્ર કન્યાનાં માતા-પિતાને જણાવ્યું કે પોતાને લગ્ન નથી કરવાં. પરંતુ એથી તો તેઓએ ઉતાવળ કરી. બાર વર્ષના બાળકનું કેટલું ચાલે ? અંતે લગ્ન થઈ ગયાં. પણ હેમચંદ્રનું મન સંસારમાં નહોતું. લગ્ન પછી પણ એમણે તો દીક્ષા લેવાની જ વાત કર્યા કરી. એ જાઈને મોટાભાઈ મણિલાલ પણ દીક્ષા લેવાની વાત ઉચ્ચારી. એમ કરતાં કરતાં આ રકઝકમાં ત્રણ-ચાર વર્ષ પસાર થઈ ગયાં.
મગનભાઈના બંને પુત્રોને-મણિલાલ અને હેમચંદ્રને દીક્ષા લેવાના કોડ જાગ્યા હતા. દીક્ષા લેવા માટે તેઓ બંને ઘરમાં વાતો કરતા, પરંતુ એમને રજા કોણ આપે ? પોતાના દીકરાઓ દીક્ષા લે એ પિતાને ક્યાંથી ગમે ? પિતાનું મન ડામાડોળ હતું. એક તરફથી થતું કે દીકરાઓ જો સંયમના માર્ગે જાય તો એના જેવું રૂડું શું ? બીજી બાજુ એમ થતું કે દીકરાઓ જો દીક્ષા લેશે તો પોતાનો વેપારધંધો, મકાન-મિલકત કોણ સંભાળશે ? મોટા દીકરાને પરણાવી દીધો હતો એટલે એની દીક્ષાની વાત હવે રહી નહોતી. ત્યાર પછી એમણે પત્નીના આગ્રહને વશ થઈ હેમચંદ્રને પણ પરણાવી દીધો. પરંતુ જીવોની ગતિ જુદા જુદા ક્રમે ચાલતી હોય છે. દીક્ષા લેવાની ઉત્કટ તમન્ના હેમચંદ્રને હતી. પરંતુ બન્યું એવું કે બાલમરણના વધુ પ્રમાણમાં એ દિવસોમાં મણિલાલની પત્નીનું અવસાન થયું. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું.
કિશોર વયે વિધુર થયેલા મણિલાલ બહુ ઉદાસ રહેતા હતા તથા એમની તબિયત બરાબર રહેતી નથી એ જોઈને બહારગામ જઈ થોડો હવાફેર કરી આવે તો સારું એવી વાત ઘરમાં ચાલી. અમદાવાદ (રાજનગર) જઈને કોઈ સગાને ત્યાં થોડા દિવસ રહેવું અને ત્યાંથી ભોયણીની જાત્રા કરી આવવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org